ખંભાળિયા:વાડીનાર મરીન પોલીસ લાઈન ખાતે સીતાફળ, જાંબુ, પીપળો, આમળા, જામફળ સહીતનું વૃક્ષારોપણ

ના માત્ર વૃક્ષારોપણ પણ જતન કરવાની પ્રતિજ્ઞા પણ લેવાઈ

ખંભાળિયા:વાડીનાર મરીન પોલીસ લાઈન ખાતે સીતાફળ, જાંબુ, પીપળો, આમળા, જામફળ સહીતનું વૃક્ષારોપણ

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

આજના સમયમાં વૃક્ષારોપણ કરવું એ તો ખુબ જરૂરી જ છે, પરંતુ વૃક્ષારોપણ કર્યા બાદ તેના જતનની જવાબદારી લેવી તે ખરું વૃક્ષારોપણ કર્યું કહેવાય...આવો જ એક કાર્યકમદેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ખાતે આવેલી પોલીસ લાઈનમાં પર્યાવરણની જાળવણી તથા જાગૃતિ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોષીની રાહબરી હેઠળ વાડીનાર મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. કે.એન. ઠાકરીયા દ્વારા પોલીસ લાઈનના કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમ માટે વિવિધ પ્રકારના વૃક્ષો સી.આઇ.એસ.એફ. દ્વારા પુરા પાડવામાં આવ્યા હતા.

આ વૃક્ષારોપણ કાર્યક્રમ માટે દેવભુમી દ્વારકાના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા તથા કોસ્ટગાર્ડ વાડીનાર સ્ટેશનના કમાન્ડીંગ ઓફીસર એમ.એમ. માર્ક સાથે સી.આઇ.એસ.એફ.ના ઓફિસર વિનોથબાબુ, આઈ.ઓ.સી.એલ.ના અધિકારી તેમજ વાડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ, સી.આઇ.એસ.એફ.ના કર્મચારીઓ,એસ.આર.ડી.જી.આર.ડી હોમગાર્ડના સભ્યોએ ઊપસ્થિત રહી, ઉત્સાહપુર્વક વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કર્યું હતું. જેમાં સીતાફળ, જાંબુ, પીપળો, આમળા, જામફળ જેવા 70 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આ વૃક્ષોનું ઓછામા ઓછા એક વર્ષ સુધી જતન કરવા તેમજ વાવેલા તમામ વૃક્ષોને ઉછેરવા અંગેની જવાબદારી લેવાની પ્રતીજ્ઞા પણ કરવામાં આવી હતી.

પર્યાવરણલક્ષી અભિગમ સાથેનો પોલીસનો આ કાર્યક્રમ પ્રેરણારૂપ બની રહ્યો હતો.મહત્વનું છે કે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં જ્યારથી DYSP સમીર શારડાની નિમણુક થઇ છે ત્યારથી તેવો આવા લોકઉપયોગી, પર્યાવરણલક્ષી કાર્યક્રમો અવારનવાર હાથ ધરતા હોય છે.અને સમાજના દરેક વર્ગ માટે કઈક કરી છૂટવાની ભાવના સાથે તેવો પોતાની કામગીરી આગળ ધપાવવા ઉપરાંત પોલીસ પ્રજાનો મિત્ર છે અને પોલીસ હંમેશા લોકોની મદદ માટે તૈયાર છે તેવો અહેસાસ કરાવે છે.