ખંભાળિયા પોલીસકર્મી  લાંચનો મામલો, અન્ય 2 પોલીસકર્મી કોણ જેનો હતો લાંચમાં ભાગ 

દિવાળી સમયે ACBનો સપાટો 

ખંભાળિયા પોલીસકર્મી  લાંચનો મામલો, અન્ય 2 પોલીસકર્મી કોણ જેનો હતો લાંચમાં ભાગ 
ઝડપાયેલ પોલીસકર્મી

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દિવાળી સમયે જ એસીબીએ લાંચિયા બાબુઓ વિરુદ્ધની પોતાની કાર્યવાહી જારી રાખી છે, ગતરાત્રીના ખંભાળિયામાં એક લાંચિયા પોલીસકર્મી અને વચેટિયાને ઝડપી પાડ્યા બાદ અન્ય બે પોલીસકર્મીઓ જેનો આ પોલીસકર્મી સાથે લાંચમાં ભાગ હતો તે કોણ તેની ચર્ચાઓએ ખંભાળિયા માં ભારે જોર પકડ્યું છે, તો એસીબીના અધિકારીઓ પણ ઝડપાયેલ કોન્સ્ટેબલની રિમાન્ડ દરમિયાનએ બે પોલીસકર્મીઓના નામ ખોલાવશે જ જેનો આ લાંચની રકમમાં ભાગ હતો..

એસીબીએ ગતરાત્રીના કરેલ આ કેસની વિગત એવી છે ખંભાળિયા પોલીસ મથકમાં અનાર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યોગેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાઠોડે આ કેસના ફરીયાદી ને કહેલ કે,  તું ક્રિકેટ મેચના સોદાઓ કરે છો તેમ કહી ફરિયાદી ઉપર પોતાની મીઠી નજર રાખવા પોતાના તથા ડી-સ્ટાફના અન્ય બે  કર્મચારીઓના  એમ કુલ ત્રણ પોલીસકર્મીઓના કુલ- 15000 આઈ.પી.એલ. ક્રિકેટ ની ફાઇનલ મેચ પતી જાય પછી આપવાની માંગણી કરી, વાયદો કરેલ જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, જેથી  દેવભૂમિ દ્વારકા એસીબી પોસ્ટેનો સંપર્ક કરી, પોતાની ફરિયાદ આપતા, ખંભાળિયા મુકામે લાંચના  છટકાનું આયોજન કરવામાં આવેલ. જેમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાઠોડે ફરિયાદીને ફોનથી જણાવેલ કે  આ લાંચની રકમ દેવ અમિતભાઇ જોશીને 'મહેક' નામની મોબાઈલની દુકાને આપી દો તેમ જણાવીપોલીસ હેડ કોન્સ્ટેબલના કહેવાથી ફરીયાદીએ દેવ જોશીને ત્યાં લાંચની રકમ આપ્યા બાદ બન્નેએ એકબીજા સાથે વાતચીત કરી લેતા એસીબીએ બન્નેને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે.