Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે મોટા પાયે જુગારનો અખાડો ચાલતો હોવાની ચોક્કસ બાતમી ના આધારે ખંભાળિયા પોલીસ સ્ટાફ દ્વારા ભાડથર ગામની મંજલા વાડી વિસ્તારમાં રહેતા દુલા ભોજાભાઇ રૂડાચ નામના એક શખ્સની વાડીમાં રવિવારે સાંજે દરોડો પાડવામાં આવ્યો હતો.પોતાની વાડીના રહેણાંક મકાનમાં અંગત કાયદા માટે નાલ ઉઘરાવીને, ભાગીદારીમાં ચલાવાતા જુગારના અખાડા પર પોલીસે દરોડો પાડી આ સ્થળે જુગાર રમી રહેલા ભાડથર ગામના પુંજા વરજાંગ ભાન શક્તિનગર વિસ્તારમાં રહેતા દુલા સામરા લુણા, માંડણ માણસુર રૂડાચ, પોરબંદર ખાતે રહેતા હરભમ સામત મોઢવાડિયા, પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા ભીનીબેન વાલજીભાઈ હરજીભાઈ જોશી, ભાણવડ ખાતે રહેતા રામીબેન છગનભાઈ કાંબરીયા,અને ખંભાળિયાની સોસાયટીમાં રહેતા મનિષાબેન ઉર્ફે આરતી ધર્મેશભાઈ હિંડોચા સહિતના સાત પત્તાપ્રેમીને ઝડપી લીધા હતા,
પકડાયેલા આ ખેલાડીઓ પાસેથી પોલીસે રૂપિયા 1.57 લાખ રોકડા, 11,500ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા બે લાખની કિંમતની એક મોટરકાર મળી કુલ રૂપિયા 3,68,700 નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો. આ દરોડા દરમિયાન વાડી માલિક દુલા ભોજાભાઇ રૂડાચ પોલીસને હાથ ન લાગતા તેને હાલ ફરાર ગણી, આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.