Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો માહોલ છે ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા નગરપાલિકાની ચુંટણી પણ હોય એક કિન્નર દ્વારા પોતાની ઉમેદવારી નોંધાવવામાં આવી છે. ખંભાળીયાના વોર્ડ નંબર 5 માંથી ઉમેદવારીપત્ર ભરવા એક કિન્નર જતા તમામ કિન્નરો દ્વારા ખંભાળીયાના મુખ્ય માર્ગો પર ઢોલ નગર સાથે રસ રમી ગરબે ઘૂમીને ખંભાળીયા પ્રાંત કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું, મહત્વનું છે કે ઉમેદવારી કરનાર વાસંતીદે કુસુમદે નાયક વર્ષ 2010 માં પણ ખંભાળીયા નગર પાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને જીત પણ મેળવી હતી ત્યારે ફરી એક વાર નગરપાલિકાની ચૂંટણીમાં તેવોએ ઉમેદવારી નોંધાવી અને શું કહ્યું તે સાંભળવા વિડીયો પર ક્લિક કરો..
VIDEO જોવા ઉપર ક્લિક કરો અથવા અમારા ફેસબુક mysamachar.in ની વિઝીટ કરો.