Mysamachar.in-ખંભાળીયા:
ગુજરાત વિધાનસભા ચુંટણીના લીધે રોજ પ્રચાર વધતો જાય છે અને ઉમેદવારોનો પ્રવાહ મતદાર તરફી જોવા મળે છે તેમજ લોકપ્રિય ઉમેદવાર હોય તેમને તો આવકાર મળે જ છે , ત્યારે ખંભાળીયા-ભાણવડ બંને પંથકમાં ભાજપના મુળુભાઇ બેરા તરફી જુવાળ જોવા મળે છે કેમ કે એક તરફ ભાજપની સરકારના કામ બોલે છે તો બીજી તરફ મુળુભાઇ હમેશા જાગતા પ્રહરી તરીકે સક્રીય રહ્યા હોઇ લોકોમા પ્રિય ઉમેદવાર છે. માટે જ બંને તાલુકાના ગામડાઓમાથી અનેરો આવકાર મળતો જોઇ વિપક્ષની છાવણીમાં સોંપો પડી ગયાની પણ ચર્ચા છે. અને અહી વિપક્ષોના સુપડા સાફ થઇ જશે તેવી લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે,
81-ખંભાળિયા-ભાણવડ વિધાનસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુળુભાઇ હરદાસભાઈ બેરાએ ખંભાળીયા તાલુકામા ગત મંગળવારે પ્રવાસ કાર્યક્રમ કર્યો તે જોઇએ તો તેઓ લાલપરડા, શેઢાભાડથર, ભાડથર, કેશોદ, લાલુકા ત્યારબાદ ગોલણ શેરડી, ઠાકરશેરડી, વિંજલપર, મોટીખોખરી સહિતના ગામોમા ચુંટણી પ્રવાસમા ગયા હતા ત્યારે તેમની સાથે આગેવાનો કાર્યકર્તાઓ વગેરે મોટી સંખ્યામા જોડાયા હતા
ખાસ કરીને મુળુભાઇ બેરા પોતે જ ગ્રામજીવનના જાણકાર હોઇ ગ્રામજનોને મળે ત્યારે સૌને તેઓ પોતીકા જ લાગે અને ઉમળકાભેર તેમને આવકારે છે, મુળુભાઇએ તેમના પ્રચારમા જણાવ્યુ હતુ કે ભાજપ સરકારને અઢી દાયકાથી ગ્રામજનોના આશીર્વાદ મળે છે તેનુ કારણ વિકાસ છે લોકોની પાયાની સગવડતા સાથે સારા હાઇવે સારી હોસ્પીટલો શાળાઓ સિંચાઇની સુવિધામા વધારો પીવાના પાણીને ઘેર ઘેર પહોંચતા કરવા કોમ્યુનિટી હોલ ગૌશાળાઓ રોજગાર ધંધા ખેડુતોને ખાતર બિયારણની સુગમતા સાથે વિજળી સહિત અવિરત સેવા ઉપરાંત ખેડુતોના લાભની જુદી જુદી યોજનાઓ અંગે હવે તો ગ્રામજનો જ સામેથી જણાવે છે કે અમને આ લાભ મળે છે
ત્યારે હજુય વધુ વિકાસ કાર્યો કરવા ઘર ઘર સુધી દરેક યોજના પહોચાડવા મહિલાઓ યુવાનો વડીલો ખેડૂતો વેપારીઓ સૌ માટે ગામડાઓ પણ શહેરની સમાન સુવિધાજનક વૈવિધ્યસભર અને જ્યા શક્ય ત્યા પ્રવાસજનક બને તે દિશામા પણ વધુ કામ કરવાની મુળુભાઇ બેરાએ ગ્રામજનો સમક્ષ કટીબદ્ધતા વ્યક્ત કરી હતી.