Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
લાંચ લેતા લાંચિયાઓ માટે વધુ એક વખત સબક શીખવતો દાખલો એસીબીએ બેસાડ્યો છે, તેમાં ગમે ત્યારે ગુન્હો દાખલ થઇ શકે તે વધુ એક વખત સામે આવ્યું છે, આ કેસમાં વાત કઈક એવી છે કે દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા અરવિંદભાઈ લાલજીભાઈ નકુમ, એ.એસ.આઈ. વર્ગ-3એ 07/02/2017 ના રોજ ટ્રકો રોકાવી તેને જવા દેવા માટે એક ટ્રકના 300 એમ બે ટ્રકના 600 ની લાંચ લેતા હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો હતો અને આ મામલે ખાતાકીય ઉપરાંત એસીબી દ્વારા પણ તપાસ તજવીજને અંતે 4 વર્ષ બાદ આ ASI સામે ડીમાંડનો કેસ એસીબી દ્વારા દાખલ કરવામાં આવ્યો છે.
વર્ષ 2017માં જામખંભાળિયા બાયપાસ ટી પોઇન્ટથી પોરબંદર તરફના રોડ ઉપર, રેલવે ફાટક પાસે, જામખંભાળિયા, રોડ પર ટ્રાફિક શાખામાં ASI તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ લાલજીભાઈ નકુમેં ટ્રકો રોકાવી, ટ્રકો ડિટેઇન કરવાની ધમકી આપી, ટ્રકના હપ્તા પેટે ટ્રકચાલકો પાસેથી એક ટ્રકના રૂ.300/- લેખે કુલ રૂ.600/- ની ગેરકાયદેસર રીતે લાંચની માંગણી કરી, આરોપીએ પોતાના રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દૂરઉપયોગ કરી, આર્થિક લાભ મેળવવા સાહેદ પાસેથી રૂ.600/- સ્વીકારયાનું પ્રાથમિક તપાસમાં ફલિત થતા આ મામલે ગુન્હો નોંધી આગળની તપાસ મદદનીશ નિયામક રાજકોટ એ.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એ. ડી. પરમાર દ્વારા કરવામાં આવી રહી છે.