Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
હાલ સરકાર દ્વારા વિવિધ સેન્ટરો પર વેક્સીનેશનની કામગીરી ચાલી રહી છે, પણ આજે બપોરના સમયે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે તાલુકા શાળા ખાતે વેક્સીનેશન કામગીરી ચાલી રહી હતી તેવામાં બે જૂથ આમને સામને આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરો અને ધોકા વડે મારપીટ કરતા સાતેક લોકો ઈજાગ્રસ્ત પણ બન્યા હતા, ઘટનાની ગંભીરતાને જોતા DYSP, એલસીબી એસઓજી સહિતની ટીમો પણ ભરાણા ખાતે દોડી ગઈ હતી અને સ્થિતિ થાળે પાડી હતી. તાલુકા શાળા ખાતેના વેક્સીન સેન્ટર પર સશસ્ત્ર અથડામણ થતા એક તબક્કે આ સેન્ટરમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો હાલ સમગ્ર ગામમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી દઈ સ્થિતિ પર કાબુ મેળવી લેવાયો છે અને જરૂરી કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.