પાણી પર લાગ્યો પહેરો..

જીલ્લાના ૩ ડેમો પર બંદોબસ્ત

પાણી પર લાગ્યો પહેરો..
તસવીર:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર:

આ વર્ષ ખુબ નબળું ચોમાસું હોય અને સિંચાઇ ઉપરાંત પીવાના પાણીની પણ તંગી અમુક વિસ્તારોમાં સર્જાવવા લાગી છે,ત્યારે જામનગર જીલ્લાના ત્રણ ડેમો જેમાં પીવાનું પાણી અનામત રાખવામાં આવ્યું છે,તેવા ત્રણેય ડેમો સસોઈ,ઉંડ અને ફુલઝર ડેમ પર એસઆરપી નો બંદોબસ્ત મૂકી પાણી ચોરી ના થાય તેના માટેના પગલા લેવામાં આવી રહ્યા છે,

સમગ્ર સૌરાષ્ટ્રની સાથોસાથ આ વર્ષ જામનગર જિલ્લામાં પણ ચોમાસામાં અપૂરતો અને અનિયમિત વરસાદ વરસતા નદી નાળાઓ અને ડેમો સુકાવવા લાગ્યા છે,ત્યારે જામનગર જિલ્લામાં પણ આવેલ મોટાભાગના ડેમો ખાલીખમ પડ્યા છે,તો જે ડેમોમાં થોડુંઘણું પાણી બચ્યું છે,તેને પણ પીવા માટે અનામત રાખી દેવામાં આવ્યું છે,અને સિંચાઇ માટે પાણી ઉપાડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે,ત્યારે જામનગર જિલ્લામાં પણ ત્રણ ડેમો સસોઈ ડેમ,ઉંડ ડેમ અને ફુલઝર ડેમના કમાન્ડ વિસ્તારોમાં પાણી ચોરી ના થાય અને પાણી પીવા માટે અનામત રાખી શકાય તેના માટે આ ત્રણેય ડેમો પર એસઆરપી નો પહેરો લગાવી દેવામાં આવ્યો છે,જ્યાં દિવસરાત એસઆરપી ના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા છે.

આમ એક તરફ દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે,અને બીજી તરફ ડેમોમાં હયાત પાણીનો જથ્થો માત્ર પીવા માટે અનામત રાખી ને આવતા ચોમાસા સુધી પહોચી વાળવાનો તંત્ર નો આ પ્રયાસ કેટલો કારગત નીવડે છે તે જોવાનું છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.