કપાતર પુત્ર:દારુ પીવા માટે પૈસા ના આપનાર માતા પિતાને માર માર્યો

કાલાવડ તાલુકાના ભીમાનું ગામે બની છે ઘટના

કપાતર પુત્ર:દારુ પીવા માટે પૈસા ના આપનાર માતા પિતાને માર માર્યો
symbolic image

Mysamachar.in-જામનગર

આજના યુગમાં કેવા કપાતર પુત્રો જાગે છે, જે ક્યારેક સામે આવતી આવી ઘટનાઓ વિચારતા કરી દે છે, જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ભીમાનું ગામે આ ઘટના બનતા કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાઈ છે, જેમાં ગામમાં રહેતા રામાભાઈ તરસીભાઈ વાઘેલા નામના વૃદ્ધે નોંધાવેલ ફરીયાદ મુજબ તેનો પુત્ર વસંત વાઘેલા અવાર નવાર દારૂ પીવાની ટેવ વાળો હોય અને તે તેમનો સગો દિકરો થતો હોય અને તેણે પોતાના પિતા તેમજ માતા ચંપાબેન પાસે દારૂ પિવાના પૈસા માંગેલ જે પૈસા ફરીયાદી પિતાએ આપવાની ના પાડતા આરોપી પુત્ર વંસત એક્દમ ઉશ્કેરાઇ જઇ પિતા તેમજ માતા ચંપાબેનને જેમ ફાવે તેમ ભુંડા ગાળો દઇ ચંપાબેનને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજાઓ કરી તથા પિતાને કુહાડા વડે કપાળમાં તથા માથામા ધા મારી માથમા ડાબી બાજુ સાતેક ટાકા તથા કપાળના ભાગે દશેક ટાકા જેવી ગંભીર ઇજાઓ કરી લોહી લુહાણ કરી નાખનાર આ કપાતર પુત્ર સામે વિવિધ કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.