કલ્યાણપુર: 2 સગા ભાઈઓ પાણીમાં ડૂબી જતા એકનો મૃતદેહ સાંપડ્યો, એકની શોધખોળ

બામણાસા ગામે સર્જાઈ કરૂણાંતિકા

કલ્યાણપુર: 2 સગા ભાઈઓ પાણીમાં ડૂબી જતા એકનો મૃતદેહ સાંપડ્યો, એકની શોધખોળ
તસ્વીર:કુંજન રાડિયા

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

કલ્યાણપુર તાલુકાના બામણાસા ગામે આજરોજ સવારે બે યુવકો પાણીમાં ડૂબી જતા એક યુવાનનો મૃતદેહ સાંપડ્યો હતો. જ્યારે એક યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ કરુણ બનાવની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના બામણાસા ગામે રહેતા બે સગા ભાઈઓ આજરોજ સવારે તેમની વાડી નજીક ઢોર ચરાવવા હતા, ત્યારે નજીકમાંથી ચિક્કાર પાણી ભરેલી એક નદી પરના ચેકડેમની પાજ પરથી તેઓ પસાર થઇ રહ્યા હતા. ત્યાં તેમના પગ લપસતા તેઓ નદીના પાણીમાં ખાબક્યા હતા. થોડી જ વારમાં આ બંને યુવાનો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ બનાવ બનતા નજીકના રહીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સ્થાનિક પોલીસને આ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની જહેમતથી એકનો  મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એકની  શોધખોળ હાથ ધરવામાં આવી છે.