Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના કાલાવડ મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય એ એક નીર્વવાદ અને સ્વચ્છ છબી ધરાવતા નેતા છે, સતત વિશાળ મત વિસ્તારમાં ફરી અને લોકપ્રશ્નોનો પ્રવિણભાઈ ઉકેલ કરાવતા રહે છે, એવામાં પ્રવિણભાઈનું નામ પુત્રીએ રોશન કર્યું છે, પ્રવિણભાઈ મૂસડીયાની સુપુત્રી મુસડીયા તક્ષશિલાએ અથાગ મહેનત કરી MSc માઇક્રોબાઈલોજી શાખામાં સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમ આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગોલ્ડ મેડલ મેળવવામાં સફળ રહી છે,
તક્ષશિલાએ ધોરણ 1 થી 10 સુધીનો નિકાવા ગામમાં રહી સરકારી શાળામાં અભ્યાસ કરેલ છે. ત્યારબાદ ધોરણ 11 અને 12 સાયન્સમાં રાજકોટ પ્રવેશ મેળવી અભ્યાસ કરેલ છે. ઉચ્ચ અભ્યાસ દરમ્યાન નિકાવા ગામથી રાજકોટ અભ્યાસ અર્થે જવામાં સમયસર બસની સુવિધા ન હોવાથી તેમના પિતા એવા ધારાસભ્ય પ્રવિણ મુસડીયાએ ત્રણ વર્ષ વહેલી સવારે ઉઠીને બંને દીકરીઓને કાર દ્વારા મુકવા જતા હતા, આમ દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે ખુદ પ્રવિણભાઈ પોતે પણ સતત ત્રણ વર્ષ દીકરીના સુધી અપડાઉન કરી પિતા તરીકેની ફરજ પણ બખૂબી અદા કરી છે,
વિરાણી સાયન્સ એન્ડ આર્ટસ કોલેજમાં રાજકોટમાં પ્રવેશ મેળવી સારા ગુણ સાથે બીએસસી કરેલ હતું.અને તક્ષશિલાએ ક્રાઈસ્ટ કૉમેર્સ અને સાયન્સ કોલેજ રાજકોટ માં એમ.એસ.સી (એમ. એસ.સી. માઈક્રોબાઈલોજીમાં અભ્યાસ કરેલ.ક્રાઈસ્ટ કૉલેજના તમામ પ્રોફેસરોનો ખાસ આભાર વ્યક્તવ કર્યો છે. તક્ષશિલાએ ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ સાથે જ “ધારાસભ્ય પ્રવિણ મુસડીયાએ my samachar સાથે વાત કરતા કહ્યું કે દીકરીએ ગોલ્ડ મેડલ મેળવી અને અમારા પરિવારનું નામ રોશન કર્યું છે તેનાથી મોટો આનંદ એક પિતા માટે શું હોય શકે હજુ પણ મારી લાડલી દીકરી સફળતાના વધુ શિખરો સર કરે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું.”