Mysamachar.in-જામનગર:
વિધાનસભાની ચુંટણીઓ આવે ત્યારે બહાર નીકળતા નેતા નહી પરંતુ ચૂંટાયા બાદ સતત 5 વર્ષ લોકો સાથે રહેનાર કાલાવડ, ધ્રોલ જોડિયા મત વિસ્તારના કોંગી ધારાસભ્ય પ્રવિણ મુસડીયાની કામગીરીની રાષ્ટ્રીય અને રાજ્યની નેતાગીરીએ નોંધ લઇ તેવોને આ બેઠક પર ફરી રીપીટ કરવામાં આવતા સમગ્ર વિધાનસભા મત વિસ્તારના કાર્યકરો અને આગેવાનો એક અનોખા ઉત્સાહ સાથે પ્રવિણ મુસડીયાને ફરી જંગી લીડ સાથે ધારાસભ્ય બનાવવા થનગની રહ્યા છે.
એવામાં આજે કાલાવડના ધોરાજી રોડ પર વૃંદાવન રેસ્ટોરન્ટ સામે આજે મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનો પ્રારંભ પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડો.હેમાંગભાઈ વસાવડાના હસ્તે કરવામાં આવ્યો ત્યારે અતિથી વિશેષ તરીકે ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા પણ હાજર રહ્યા હતા.તો સાથે જ વિધાનસભા સીટના સ્થાનિક આગેવાનો જીલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને સ્થાનિક કોંગ્રેસ અગ્રણી જે.ટી.પટેલ, જીલ્લા કોંગ્રેસ મહામંત્રી દેવદાનભાઈ જારીયા, જીલ્લા પંચાયત વિપક્ષ નેતા જે.પી.મારવિયા(એડવોકેટ), તાલુકા કોંગ્રેસ પ્રમુખ દીપક્ભાઈ વસોયા, શહેર કોંગ્રેસ પ્રમુખ સંજયસિંહ જાડેજા, જામનગર જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ મેહુલભાઈ સોજીત્રા, પૂર્વ જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન કાન્તિલાલ ગઢિયા, તાલુકા પંચાયત સદસ્ય પ્રવીણભાઈ ગઢિયા, અશોકસિંહ જાડેજા, રાઘવભાઈ તાળા, કાર્યકરો અને લોકોએ આજે જાણે પ્રવીણભાઈને જીતનો કોલ આપવા આવ્યા હોય તેમ ઉમટી પડ્યા હતા.
આ તકે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડો.હેમાંગ વસાવડાએ કહ્યું કે..આ વખતે પ્રજાનો સંદેશો સ્પષ્ટ છે અને આ વખતે ગુજરાતમાં 125 સીટો સાથે કોંગ્રેસની સરકાર બનશે, અને કાલાવડ ધારાસભ્ય પ્રવીણભાઈ મુસડીયા ગત વિધાનસભાનો તેમનો જ રેકોર્ડ તોડી અને 50,000 જેટલા મતોએ વિજેતા થશે તેવું લાગે છે.
કાલાવડ વિધાનસભા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય પ્રવિણ મુસડીયાએ જણાવ્યું કે તમામ જ્ઞાતિના આગેવાનોએ મારા કાર્યક્રમને આજે દીપાવી દીધો છે, અને વિશાળ લીડ થી જીતીશ એવો વિશ્વાસ એટલે છે કે ગુજરાતના ગામડાઓએ ભાજપની નીતિરીતીથી મો ફેરવી લીધું છે અને ભાજપને ગામડાઓમાં નો એન્ટ્રી થઇ ગઈ છે, ત્યારે મને કાલાવડ ધ્રોલ જોડીયાની જનતા પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તેવો મને ધારાસભ્ય તરીકે વધુ એક તક આપશે
તો ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે આ વખતે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહ અનેરો છે, પ્રવિણભાઈની પાછલા 5 વર્ષની ધારાસભ્ય તરીકેની કામગીરી ગામડામાં સારી રહી છે.પ્રજાનો સાથ સહકાર મળી રહ્યો છે અને મળશે જ જેથી પ્રવીણભાઈ ગયા વખતનો પોતાની લીડ રેકોર્ડ પોતે જ તોડશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.