શ્રી કચ્છી ભાનુશાલી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે  તેજસ્વી છાત્ર સન્માન સમારોહ યોજાશે... 

૬ વિદ્યાર્થીઓને જ્ઞાતિગૌરવ એવોર્ડ અપર્ણ કરી સન્માનિત

શ્રી કચ્છી ભાનુશાલી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે  તેજસ્વી છાત્ર સન્માન સમારોહ યોજાશે... 

mysamachar.in-જામનગર

શ્રી કચ્છી ભાનુશાલી મહાજન સરોવર ટ્રસ્ટ જામનગર દ્વારા માતુ શ્રી ચાગબાઈ દામજી પ્રેમજી હુરબડા હાજાપરવાલા સ્થાપિત તેજસ્વી છાત્ર સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે,

બે વિભાગમાં આયોજિત કરવામાં આવેલ આ સમારોહમાં તા.૧૧ ઓગસ્ટ શનિવારે સાંજે ૫થી૯ દરમિયાન શ્રી કચ્છી ભાનુશાલી જ્ઞાતિની વાડીમાં ધોરણ ૧થી૯મા ૮૦% કે તેથી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રશસ્તપત્ર અને પુરસ્કારો અર્પણ કરવામાં આવશે,

જયારે ધોરણ ૧૦થી સ્નાતક,અનુસ્નાતક,પ્રોફેશનલ કોર્સીસમાં ઉચ્ચ ગુણાંક સાથે સફળતા મેળવનાર પ્રતિભાવંત તેજસ્વી તારલાઓનો તા.૧૨ ઓગસ્ટ રવિવાર ના રોજ સાંજે ૪થી૮ દરમિયાન ટાઉનહોલ ખાતે સન્માનસમારોહ મા પુરસ્કાર,શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવશે સાથે જ માસ્ટર ડીગ્રી મેળવી સમાજનું ગૌરવ વધનાર ૬ વિદ્યાર્થીઓને જ્ઞાતિગૌરવ એવોર્ડ અપર્ણ કરી સન્માનિત કરવામાં આવશે,

આ સન્માન સમારોહમાં મંત્રી,સાંસદ,ધારાસભ્ય,સહિતના મહાનુભાવો ઉપરાંત જ્ઞાતિના આગેવાનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.