ભૂસ્તર ખનીજ વિભાગનો જુનીયર કલાર્ક આ કામ માટે 10 હજારની લાંચ લેતા ઝડપાઈ ગયો 

આ કામ માટે માગી હતી લાંચ

ભૂસ્તર ખનીજ વિભાગનો જુનીયર કલાર્ક આ કામ માટે 10 હજારની લાંચ લેતા ઝડપાઈ ગયો 

My samachar.in : ગાંધીનગર

જ્યાં જુઓ ત્યાં કટકી વિના કામ થતું નથી તેનું વધુ એક દ્રષ્ટાંત ગાંધીનગરમાં સામે આવ્યું....ગાંધીનગરના જુના સચિવાલયમાં બ્લોક નંબર 15 ભુસ્તરવિજ્ઞાન અને ખનિજ કચેરીએ જ લાંચનું છટકુ ગોઠવી એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ફ્લાઇંગ સ્કવોડનાં જુનિયર કલાર્ક હિતેશ જીવાભાઈ ચૌધરીને 10 હજારની લાંચ લેતા રંગેહાથ હાથ ઝડપી પડ્યો છે, છોટાઉદેપુર ખાતે એક વેપારી ભુલવણ ગામમાં રેતીના સ્ટોકનો ધંધો કરે છે. આથી નિયમ મુજબ આશરે સાત મહિના પહેલા ખાણ ખનીજ વિભાગનો ફ્લાઇંગ સ્ક્વોડ રેતીના સ્ટોકની માપણી કરવા ગયો હતો અને રેતીના સ્ટોકની માપણી કરી પરત આવી ગયો હતો. બાદ ફ્લાઇંગ સ્ક્વોડે ઓનલાઇન રેતીના સ્ટોકની તપાસણી કરતાં રેતીના સ્ટોકમાં તફાવત જણાઈ આવ્યો હતો.

જે બાબતની રેતીના વેપારીને નોટીસ પણ કચેરી દ્વારા આપવામાં આવી હતી. જો કે આ નોટિસમાં ભુલ હોવાથી તેમાં સુધારો કરવા તથા ચલણ આપવા માટે ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતુ, બ્લોક.નં-15 જુના સચિવાલય ,ગાંધીનગર કચેરીએ ફ્લાઈંગ સ્કવોર્ડમાં જુનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા હિતેશ જીવાભાઇ ચૌધરીએ 15 હજારની લાંચ માંગી હતી. જે તે સમયે નોટિસમાં સુધારા પેટે 5 હજાર વેપારીએ ચૂકવી પણ દીધા હતા.

પરંતુ બાકીના 10 હજારની રકમ તેઓ આપવા માંગતા ન હોવાથી રેતીનાં વેપારીએ એન્ટી કરપ્શન બ્યુરો કચેરીમાં લાંચિયા જુનિયર કલાર્ક હિતેશ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ આપી હતી. જે બાદ જુના સચિવાલય ભૂસ્તર કચેરીના ફ્લાઈંગ સ્કવોર્ડ કચેરીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. ત્યારે છંટકાથી અજાણ લાંચિયા જુનિયર કલાર્ક હિતેશ ચૌધરીએ હેતુલક્ષી વાતચીતનાં અંતે 10 હજારની લાંચ સ્વીકારી હતી. અને તેજ સમયે પંચને સાથે એસીબીની ટીમે જુનિયર કલાર્ક હિતેશ ચૌધરીને લાંચની રકમ લેતા ઝડપી પાડતા સોંપો પડી ગયો છે.