પત્રકાર ઈસુદાનનો પોલિટીકસ ખેલવાનો અભરખો મનમાં જ રહી ગયો...

સરકાર બનાવવાની શેખીઓ હાંકી પણ રાજ્યભરમાં માત્ર પાંચ સીટથી મન મનાવવું પડ્યું.! : પોતે પણ હાર્યા

પત્રકાર ઈસુદાનનો પોલિટીકસ ખેલવાનો અભરખો મનમાં જ રહી ગયો...

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

પત્રકારત્વ ખેલતાં ખેલતાં તેઓને એમ થયું, ચાલો મુખ્યમંત્રી બની જઈએ.! અને, પોતે તો ધોળાં દિવસે સપનું જોયું, રાજ્યભરમાં મતદારોને પણ સપનાં દેખાડયા.! જો કે, મતદારો શાણા પૂરવાર થયા. પત્રકારનાં પોલિટીશ્યન બનવાનાં અભરખાને સ્થાન દેખાડી દીધું. રાજ્યમાં સરકાર રચવાની શેખીઓ હાંકનારા અને 120 થી ઓછી બેઠકો આવશે તો રાજીનામું આપી દઈશ એવી વારતાઓ ચલાવનાર ગઢવી ઈસુદાન પાર્ટીને રાજ્યમાં ડબલ ડિજિટમાં પણ બેઠકો ન અપાવી શકયા, એટલું જ નહીં - પોતે પણ હારી ગયા ! ગધેડી અને પછેડી બધું જ ખોઈ નાંખ્યું. જેનો બેફામ વિરોધ કરતાં રહ્યા અને રાજકીય રોટલા શેકવાનાં મનસૂબા ઘડતાં રહ્યા તે પાર્ટીને ( ભાજપાને) આડકતરી રીતે તો ગુજરાતમાં ફાયદો અપાવ્યો!? અને, એ રીતે લાખો મતદારો સાથે પાપ આચર્યું.? તેવા સવાલો સાથે ચર્ચાઓ કેટલાક જાણકાર લોકોના મોઢેથી સાંભળવા મળે છે.

ઉમેદવાર તરીકે પ્રચાર કરતી વખતે અને ખાટલાઓ પર, માઈક સામે બોલતી વખતે મનમાં ખુદને મુખ્યમંત્રી સમજતાં રહ્યા પરંતુ પોતાની બેઠક પણ જિતી ન શકયા, વતનમાં ઉંધે કાંધ પછડાયા. સમગ્ર ગુજરાતમાં પાર્ટી વતી મતદારોમાં ગેરંટીઓ વેચતા રહ્યા, મતો ખરીદવા અને જાણે કે, ખુદ સરકાર હોય એમ મતદારોને ગેરંટી કાર્ડ આપતાં રહયા, અને ખુદની બેઠક ખોઈ ચૂકયા. પણ અંતે તો મુખ્યમંત્રી પણ ન જ બની શક્યા.!

ક્યાંકને ક્યાંક આમ આદમી પાર્ટીને કારણે મતોની વહેચણી થઇ અને રાજયની વિધાનસભા વિપક્ષ વિહોણી બની! શાસકપક્ષને બેફામ બનવાની તક સાંપડી.? લોકશાહીમાં આ સ્થિતિ ચિંતાજનક અને ગંભીર લેખાય, જેનાં માટે પાર્ટીનાં મુખ્યમંત્રી ચહેરા તરીકે ઈસુદાન પણ ક્યાંક નિમિત્ત બન્યા.?? ઓહ, ઈસુદાન તમને આ શું સૂઝ્યું ??!!