જામનગર:પાણી ના પ્રશ્ને જોડિયાગામ સજ્જડબંધ..

પાણી ના  મળવાને કારણે ગામમા વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે..

જામનગર:પાણી ના પ્રશ્ને જોડિયાગામ સજ્જડબંધ..

જીલ્લાના જોડિયા ગ્રામપંચાયતને જોડતા  વીજપોલ લખતર  નજીક કેટલાય દિવસોથી પડી ગયા છે..આ બાબતે જોડિયા ગ્રામપંચાયત દ્વારા પીજીવીસીએલ અને લગત તંત્રને રજૂઆત કરવા છતાં પણ યોગ્ય પગલા લેવામાં ના આવતા વીજકનેક્શન ને અભાવે  છેલ્લા ૧૫ દિવસ થી જોડિયા ગામને પાણી મળવાનું બંધ થઇ ગયાનો આક્ષેપ કરાઈ રહ્યો છે..પાણી ના  મળવાને કારણે ગામમા વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે..જોડિયા ગામમા ૧૫૦૦૦ ની વસ્તી ૮૦૦૦ જેટલા પશુધન નો પણ પીવાના પાણીનો પ્રશ્ન હોય આજે જોડિયા ગ્રામ પંચાયત દ્વારા  ગામ સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું હતું..અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો..

જોડિયા ગ્રામ પંચાયત દ્વારા મામલતદાર ને સંબોધી અને જે આવેદનપત્ર આપવામા આવ્યું છે તેમાં પીજીવીસીએલ પર એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે સિંચાઇ વિભાગની મનાઈ હોવા છતાં પણ પીજીવીસીએલ જોડિયા દ્વારા ઉંડ-૨ માં થી સિંચાઈના પાણી માટે ૪૦ જેટલા વીજજોડાણો ગેરકાયદેસર રીતે આપવામાં આવેલ છે..જેની રજૂઆત છતાં પણ કોઈ પગલા તંત્ર દ્વારા લેવામાં આવતા નથી..કેટલાય દિવસો થી પાણી થી વંચિત ગ્રામજનોનો રોષ આજે ચરમસીમાએ પહોચતા આજે જોડિયા ગામ બંધના એલાનને ખુબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો..ગ્રામજનો એ ધારાસભ્ય વલ્લભ ધારવિયા અને અન્ય સ્થાનિક આગેવાનોની આગેવાનીમા બંધ બાદ મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે યોગ્ય પગલા લેવામા આવે અને સમસ્યાનો ઉકેલ થાય તેવી રજૂઆત કરશે..

આજ સાંજસુધીમાં પ્રશ્નનું નિરાકરણ થાય તેવા પ્રયાસ:એ.કે.મહેતા:અધિક્ષક ઇનજેર:

જોડિયાગામમાં ઉદભવેલ પ્રશ્ન અંગે જયારે એ અધિક્ષક ઈજનેર એ.કે.મહેતા સાથે વાત કરી ત્યારે તેમેણે જણાવ્યું કે અમારે  ઉચ્ચઅધિકારીઓ સાથે આ મામલે ચર્ચાઓ થઇ છે અને લગભગ તો આજ સાંજસુધીમાં જ પ્રશ્નનું નિરાકરણ થઇ જાય તેવા સઘન પ્રયાસો હાલ  દ્વારા ચાલી રહ્યા છે..