My Samachar.in : જામનગર
જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના ટીંબડી ગામે વાડીની ઓરડીમાં જુગારધામ ચાલતું હોવાની માહિતી જામનગર લોકલ ક્રાઈમ બ્રાંચના યશપાલસિંહ જાડેજા અને હરદીપ ધાધલને મળી હતી જેને આધારે મયુરસિંહ જાડેજાની વાડીમાં આવેલ ઓરડીમાં દરોડો કરતા મોરબીથી જુગાર રમવા પધારેલા મહેશ વલ્લભદાસ કુબાવત, રમેશ હરખાભાઇ કાસુન્દ્રા, હિતેન્દ્ર જયંતીભાઇ ગામી, ઉમેશભાઇ રામજીભાઇ મેરજા, સવજીભાઇ લવજીભાઇ માલકીયા નામના ઈસમો રોકડા રૂપિયા 2.14 લાખ, 4 મોટરસાઈકલ, 7 મોબાઈલ ફોન સહીત 4.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ જતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.