Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનની આરોગ્ય શાખાએ તકનો લાભ ઉઠાવી લાખો રૂપિયાના સેનીટાઇઝર ખરીદ્યા તો માસ્ક પણ જંગી રકમના ખરીદ કર્યા છે હજુય આ ખર્ચ ચાલુ જ છે તેમજ આરોગ્ય સહિતની દરેક શાખાઓના જાણ ના જે ખર્ચ કમિટીમા મુકાય છે તે દરેક બ્રાંચના દરેક ખર્ચ ઉપર કમીટીનો કોઇ કંટ્રોલ જ નથી માટે તો આરોગ્ય ભુગર્ભ લાઇટ વોટર વર્કસ લેબર ફાયર સ્ટોર્સ કોમ્પ્યુટર વગેરે તમામ શાખા જુદા જુદા નાના ખર્ચ મુકી મુકી કોર્પોરેશનની તિજોરી કાતરે છે, આ દરેક ખર્ચના મોટાભાગના ઓડીટ પણ ઘણા સમયથી કોઇ અકળ કારણસર ચોક્સાઇથી થઇ રહ્યા નથી તે પણ શંકા ઉપજાવે છે આ બાબત માત્ર આરોગ્ય નહિ દરેક શાખાને લાગુ પડે જ છે જે તપાસનો અને તલસ્પર્શી માહિતિ માંગવાનો વિષય છે
ગત માર્ચ અને એપ્રિલના પહેલા તબક્કામા જ રૂપિયા પાંચ લાખનુ સેનીટાઇઝર ખરીદી આરોગ્ય શાખાએ નગરનુ શુ ભલુ કર્યુ તે તો આરોગ્ય શાખાવાળા જ કહી શકે વળી એસી હજારથી વધુ રકમના માસ્ક ખરીદાયા તે કોણ પહેરી ગયુ ? પ્રજાને કંઇ આપ્યા કે નહી? તેવા સવાલો વચ્ચે બીજા તબક્કાના સેનીટાઇઝર અને માસ્કના ખર્ચા પણ જંગી છે આવા ખર્ચ દે ધનાધન થયા કરે છે પ્રજાના પરસેવાના નાણા ના ધુમાડા થાય છે અને જુજ લોકોનુ હિત સચવાય છે.