Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકામાં શાંતિથી પોતાનું કામ કરે છે અને દબાઈ જાય તેવા અધિકારીઓને દબાવી અને કેટલાક કોપોરેટરો કેટલાક એક્ટીવીસ્ટો અને અન્ય કેટલીક ચૌદ્શો વારંવાર અધિકારીઓ બિલ્ડરો અને કોન્ટ્રાકટરોને દબાવી દબાવીને તેની પાસેથી મોટી રકમના તોડ કરે છે, તેમાં પણ ખાસ તો અધિકારીઓ પર કેટલાક ચુંટાયેલ પ્રતિનિધિઓ (જેમાં તમામ પક્ષના)નો રીતસરનો ત્રાસ હોવાનું અધિકારીઓ જણાવે છે, યેનકેન પ્રકારે બહાનાઓ આગળ ધરી અને અધિકારીઓને ખંખેર્યા રાખે છે, ત્યારે આજે મનપામાં થયેલ એન્ટી કરપ્શન બ્યુરોની સફળ ટ્રેપથી ચેતી જાવ તો સારુંનું સિગ્નલ લગતને મળી ગયું હશે અને ઉપાડો ઓછો કરે તો ઠીક નહિતર ક્યારેક વારો આવશે તે નિશ્ચિત છે, કારણ કે હવે અધિકારીઓ અને દેનારા કંટાળી ગયા છે અને તમારો ઘણો લાડવો થઇ જશે,
આજે જામનગર મહાનગરપાલિકા વિપક્ષના ઉપનેતા અને બસપામાંથી પ્રથમ વખત વોર્ડ નંબર 6માંથી ચુટાયેલા કોપોરેટર ફુરકાન શેખએ આ કેસના ફરીયાદી બિલ્ડરને તેનું બિલ્ડીંગ કોઈ કારણોસર પડાવી નાખવાની ધમકી આપી દોઢ લાખની લાંચની માંગની કરી હતી તે દેવા માટે આજે બિલ્ડર જામનગર મનપાના પટાંગણમાં આવ્યા હતા જ્યાં ફુરકાન શેખે વચેટિયા અખિલેશ ચૌહાણને લાંચ લેવા માટે મોકલ્યો હતો જયારે ફુરકાન પોતે ત્યાં વોચ રાખીને ઉભો હતો તે દરમિયાન વચેટિયાએ જેવા લાંચના નાણા સ્વીકાર કર્યા કે એસીબી જામનગરની ટીમે પ્રગટ થઇ અને બન્નેને ઝડપી પાડી અને એન્ટી કરપ્શન બ્યુરોની કચેરી ખાતે લઇ ગઈ છે જ્યાં ધોરણસરની કાર્યવાહી હાલ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.જામનગર મનપામાં આ ઘટનાથો સોંપો પડી જવા પામ્યો છે.