શ્રી લોહાણા મહાપરિષદના વરિષ્ઠ ઉપપ્રમુખનું સ્થાન જામનગરના જીતુભાઈ લાલને મળ્યું..

લોહાણા સમાજ માટે ગૌરવની વાત...

શ્રી લોહાણા મહાપરિષદના વરિષ્ઠ ઉપપ્રમુખનું સ્થાન જામનગરના જીતુભાઈ લાલને મળ્યું..
file image

Mysamachar.in-જામનગર

શ્રી લોહાણા મહાપરીષદએ સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશીઓની માતૃસંસ્થા છે. સંગઠન, સેવા સમર્પણ, સૌહાર્દ, સદ્ભાવ અને એકબીજાના સાથ સહકારથી જ્ઞાતિહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરી માતૃસંસ્થાના આશીર્વાદ ઘર ઘર સુધી પહોંચે તે આ સંસ્થાની પવિત્ર ફરજ છે. એવામાં જામનગર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલએ વિવિધ સમાજ કલ્યાણના કાર્યોની કદર શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા કરી નવરચના પામેલ મધ્યસ્થ મહાસમિતિ માટે માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના વરિષ્ઠ ઉપપ્રમુખ તરીકે જામનગરના અગ્રણી ઉધોગપતિએ અને લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલને નેતૃત્વ સોંપવામાં આવ્યું જે જામનગર સહીત સમગ્ર હાલાર માટે ગૌરવની વાત છે.