Mysamachar.in-જામનગર
જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી બહુચર્ચિત ભૂમાફિયા જયેશ પટેલને લઈને કોઈને કોઈ બાબતો સામે આવતી રહે છે, એવામાં જયેશ પટેલ પોતે તો વિદેશ છે, પરંતુ તેની પત્ની સહિતનો પરિવાર જામનગરમાં વસવાટ કરે છે, ત્યારે જયેશ પટેલના પત્ની ધૃતિ રાણપરીયા જે સ્થાનિક અખબારના તંત્રી છે, તેના 65 દિગ્વિજય પ્લોટ, સરદાર પટેલનગર, ધનેશ્વર રેસીડેન્સીમાં આવેલ મકાન ખાતે ધર્મિન માડમ નામનો વ્યકિત પહોચ્યો હતો અને ત્યાં દરવાજા પાસે બહાર ઉભા રહીને તેને ધૃતિ રાણપરીયા જે જયેશ પટેલના પત્ની છે તેને ધમકી આપતા કહ્યું કે તમે તમારા પ્રેસમાં આડેધડ છાપો છો, તે બંધ કરી દેજો નહિતર તમારૂ પ્રેસ બંધ કરાવી દઈશ તેમ કહી પોતાને તેમજ જયેશ પટેલના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા મતલબની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.