ગંભીર બીમારીઓ દોરાધાગા અને વિધિથી મટાડી દેવાનો દાવો કરનાર શખ્સને જનવિજ્ઞાન જાથાની ટીમે ખુલ્લો પાડી પોલીસને હવાલે કર્યો

રીક્ષાચાલકમાંથી મુંજાવર બન્યો

ગંભીર બીમારીઓ દોરાધાગા અને વિધિથી મટાડી દેવાનો દાવો કરનાર શખ્સને જનવિજ્ઞાન જાથાની ટીમે ખુલ્લો પાડી પોલીસને હવાલે કર્યો

Mysamachar.in-જામનગર

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ મળેલી વિગતના આધારે આજે સ્થાનિક પોલીસને સાથે રાખીને એક ઢોંગી બાબાના ખેલને ખુલ્લો પાડ્યો છે, આ શખ્સ કેન્સર સહિતની ગંભીર બીમારીના દર્દીને સાજા કરવાના દોરા-ધાગા અને કોરોના રોગ અંગે પણ ચોક્કસ પાણી પીવડાવવાથી કોરોના ભાગી જતો હોવાનો દાવો કરતો હોવાનું જન વિજ્ઞાન જાથા જણાવે છે, વિજ્ઞાન જાથાએ કામગીરી કરીને તેની પાસે દોરા-ધાગા અને અંધશ્રઘ્ધાના ધતીંગ બંધ કરું છું, તેવું માફીનામાનું બોર્ડ સાથે એકરાર કરાવ્યો હતો.

વાત કાઈક એવી છે કે જામનગરના શંકરટેકરી વિસ્તારમાં એક અરજદાર કેન્સરનો દર્દી છે, તેની પાસે મુંજાવરે ઘરમાં મેલી વસ્તુ પડી છે તે કાઢવી પડશે, વિધિ વિધાન થઇ જશે તો કેન્સર મટી જશે, તેવું જણાવી કટકે કટકે આશરે 20,000 જેવી રકમ પડાવી હતી, આ અંગેની વિગતો વિજ્ઞાન જાથાને મળતા આજે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા પોતાની ટીમ સાથે સવારે 11 કલાકે સી ડીવીઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસને સાથે રાખીને મુંજાવરની ધતીંગ લીલા ખુલ્લી પાડી હતી,

મુંજાવર બોદુ અલ્લારખા નામના ઇસમના ધતીંગનો પર્દાફાશ કર્યો હતો, પોતાને દસ વર્ષથી દાવલશા પીરનો મુંજાવર છે તેવું જાહેર કરી અને  વિધિના અલગ અલગ રકમ ઉઘરાવતો હોવાનું પણ સામે આવ્યું છે.

-જન વિજ્ઞાન જાથાની ટીમે આપેલ માહિતી મુજબ બોદુ અલારખા-મુંજાવર શેના નામે અને કેવી રીતે પૈસા લેતો 
-પોતાને છેલ્લા 10 વર્ષથી દાવલશા પીરનો મુંજાવર છે તેવું બોલીને જાહેર કરે છે. વિધિના રૂા. 5,000/- થી માંડીને એક લાખ વસુલે છે. 
-વિધિ-વિધાનમાં મેલીવસ્તુ કાઢી આપવામાં નિષ્ણાંત છે. 
-અસાધ્ય રોગ મટાડવો. 
-તાવીજ બનાવી આપવું તેના રૂા. 100 થી રૂા. 1,000/- વસુલે છે. 
-દરગાહનું પાણી પીવડાવવાથી કોરોના અને બિમારી ભગાવવાનું વિધિવિધાન