જામનગરની કેડ્મસ સોઢા સ્કુલએ બોર્ડના પરિણામોમાં માર્યું મેદાન
આ સ્કૂલમાંથી અત્યાર સુધીમાં ત્રીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ..

Mysamachar.in:જામનગર
જામનગરની કેડ્મસ સોઢા સ્કૂલ્સે આ વર્ષે પણ ધોરણ-10ની પરીક્ષામાં 93.13% જેવુ ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે. છેલ્લા સત્યાવીસ વર્ષથી આ શૈક્ષણિક સંસ્થા ઉચ્ચકોટિ ની પ્રતિષ્ઠા ધરાવે છે. આ સ્કૂલમાંથી અત્યાર સુધીમાં ત્રીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને સમાજના વિવિધ ક્ષેત્રોમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા છે. આ વર્ષે પણ કેડ્મસ સોઢા સ્કૂલ્સે શ્રેષ્ઠ પરિણામનો સિલસિલો જાળવી રાખ્યો છે. બોર્ડનું પરિણામ 64.22% છે. જ્યારે કેડ્મસ સોઢા સ્કૂલ્સનું પરિણામ 93.14% જેટલું આવેલ છે. તેમાં 5 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. તથા 15 વિદ્યાર્થીઓએ 95 થી વધુ પી.આર. પ્રાપ્ત કરેલ છે. તેમજ 40 વિદ્યાર્થીઓએ 90 થી વધુ પી.આર. પ્રાપ્ત કર્યાની સિદ્ધિ મેળવેલ છે. જેમાં દામા મૈત્રીએ 99.74 પી.આર., ખીરા નવાઝહુશેન 99.66 પી.આર., સુખડીયા વીરતી 99.53 પી.આર., સચદેવ મોહિત 99.28 પી.આર., અને નકુમ ચમન 99.24 પી.આર.થી ગુણાંક પ્રાપ્ત કરેલ છે. તેમજ નકુમ ચમને ગણિત વિષયમાં 100માથી 100 ગુણ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે.
કેડ્મસ સોઢા સ્કૂલ્સના CEO મેડમ એકતાબા સોઢા અને ડાયરેક્ટર યજુર્વેન્દ્રસિંહ જાડેજા એક મુલાકાતમાં જણાવ્યુ છે કે શાળાના વિદ્યાર્થીને ડોક્ટર, એન્જીનીયર, વકીલ, શિક્ષક, સી.એ., સી.એસ., જેવા ઉચ્ચ અભ્યાસ તથા ઉજ્જવળ કારકિર્દીમાં સતતપણે કેરિયર કાઉન્સીલસેલ કાર્યરત છે. શાળાના ઝળહળતા પરિણામ માટે શાળાના કો-ઓર્ડિનેટર સંદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહવાળા, બિનાબા વાળા, જે.કે. સર, તથા સમગ્ર શિક્ષકગણોનો મુખ્ય ફાળો રહ્યો છે.