Mysamachar.in-જામનગર
દેશ દુનિયા સહીત સમગ્ર રાજ્ય અને જામનગર જીલ્લો પણ કોરોના મહામારીના કપરાકાળમાંથી માંડ બહાર નીકળી રહ્યો છે, હમણાં જ એ સમય આવી ને ગયો કે પૈસા હોય છતાં પણ મદદ નહોતી મળતી… એવા કપરા સમય દરમિયાન જામનગર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો.તોસીફખાન પઠાણ સહીત તેની ટીમેં કરેલ કામગીરી અને ગત ટર્મમાં યુવક કોંગ્રેસની કામગીરીને ધ્યાનમાં લઇને સમગ્ર ભારતમાંથી 200 અને ગુજરાતમાંથી ફક્ત 5 લોકોની રાષ્ટ્રીયકક્ષાએ નોંધ લઇને તેઓને ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસના દિલ્હી ખાતેના મુખ્ય કાર્યાલયમાં સન્માનિત કરવાનો કાર્યક્રમ આયોજિત થયો હ્તો, હાલારના કોંગ્રેસ પક્ષ માટે ગૌરવની વાત એ છે કે ગુજરાતના 5 સિલેક્ટ થયેલ લોકોમાં લડાયક યુવા નેતા અને જાણીતો ચહેરો એવા ડો.તોસિફખાન પઠાણ પ્રમુખ યુવક કોંગ્રેસ જામનગરને પણ સ્થાન મળ્યું છે.
ગત તારીખ 6 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધી ઓલ ઈન્ડિયા યુવક કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ બી વી, ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસના પ્રભારી ક્રિષ્ના અલ્લવરુ, ગુજરાત યુવક કોંગ્રેસના પ્રભારી હેમંત ઓગલે, ગુજરાત યુવક કોંગ્રેસના સહપ્રભારી મોહમદસાહિદભાઈ તમામના હસ્તે ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસના દિલ્હી ખાતે ના મુખ્ય કાર્યાલય ખાતે ટ્રોફી અને સર્ટિફિકેટ આપીને ડો.તોસિફખાન પઠાણને સન્માનિત કરવામાં આવ્યા હતા અત્રે એ બાબત ઉલ્લેખનીય છે કે જામનગરમાં કોરોનાનો કપરો કાળ હતો ત્યારે યુવક કોંગ્રેસની ટિમ દ્વારા જે સમયમાં ફ્લોમીટર (ઓક્સિજન વાલ) ઉપલબ્ધ નહોતા ત્યારે 300 થી વધુ લોકોને વિનામૂલ્યે ફલૉમિટર પહોચાડવા સહિતની કોરોના દર્દીઓને શક્ય જરૂરી મદદ પણ આ ટીમ દ્વારા કરવામાં આવી હતી જે રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા નોંધ લઇ અને ડો.તોસિફખાન પઠાણને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેવોએ જણાવ્યું કે ભલે મને સન્માનિત કરવામાં આવ્યો પણ મારી સમગ્ર ટીમના સાથ સહકાર વગર આ શક્ય નહોતું માટે તેવોએ પોતાની ટીમને પણ બિરદાવી હતી.