Mysamachar.in-જામનગર
પ્રદેશ ભાજપ દ્વારા આજે વિવિધ હોદેદારોના નામોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પ્રદેશ કિશાન મોરચાના વિવિધ હોદેદારોની પણ જાહેરાત કરવામાં આવી છે, તેમાં જામનગર જીલ્લામાં એકમાત્ર નામ યાદીમાં સામે આવ્યું છે તે યુવા આગેવાન સુરેશભાઈ વસરાને મોભાદાર સ્થાન મળ્યું છે, સુરેશભાઈ વસરા હાલ જામનગર જીલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારીનું વહન કરવાની સાથે તેવો ખેડૂત પુત્ર હોવાથી બહોળું મિત્રવર્તુળ જામનગર સહીત દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ધરાવે છે. આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને કિશાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિતેશ પટેલ દ્વારા જે નામોની યાદી જાહેર કરવામાં આવી તેમાં પ્રદેશમંત્રી તરીકે સુરેશભાઈ વસરાનું નામ સામે આવતા તેમના મિત્રવર્તુળમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.