Mysamachar.in-જામનગર:
તાજેતરમાં જ રાજ્યના 77 IPS અધિકારીઓની બદલી બઢતીઓ સરકાર દ્વારા કરવામાં આવી જેમાં જામનગર પોલીસ અધિક્ષક તરીકે અમદાવાદ ડીસીપી ઝોન 7 માં ફરજ બજાવતા IPS અધિકારી પ્રેમસુખ ડેલુને મુકવામાં આવ્યા છે, સરકારમાંથી બદલીના ઓર્ડર બાદ આજે પ્રેમસુખ ડેલુ એ જામનગર ખાતે પહોચી અને જામનગર SP તરીકેનો વિધિવત ચાર્જ સંભાળી અને તમામ DYSP, PI સહિતના અધિકારીઓ સાથે એક બેઠક પણ યોજી હતી, અને કાયદો વ્યવસ્થા શહેર જીલ્લામાં જળવાઈ રહે તે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, નવા SP એ આજે ચાર્જ સંભાળતા હવે જામનગર જીલ્લામાં પોલીસ ઇન્સ્પેકટર કક્ષાના અને સબ ઇન્સ્પેકટર કક્ષામાં જરૂરી લાગશે તો ફેરબદલ કરવામાં આવે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે,
વધુમાં LCB અને SOG પોલીસ ઇન્સ્પેકટર એસ.એસ.નીનામાની બદલી થતા તે જગ્યા પણ ખાલી થઇ છે, ત્યારે જો ગૃહ વિભાગ આગામી દિવસોમાં જામનગરમાં નવા પોલીસ ઇન્સ્પેકટરો મુકે છે કે કેમ..? અને નહિતર આંતરિક ફેરબદલ પણ નવા એસપી કરશે તેવું લાગે છે. મહત્વનું છે કે મૂળ રાજસ્થાનના વતની અને હાલ ગુજરાત કેડરમાં રહેલા જાબાજ અને ઉચ્ચ લક્ષ્ય રાખનાર અધિકારીએ આજથી જામનગરની બાગડોર સંભાળી છે.ત્યારે હવે તેવો જીલ્લાના અભ્યાસ બાદ પોતાની કામગીરી આગળ ધપાવશે અને જામનગર ગુન્હાખોરી મુક્ત રહે તે દિશામાં તેવો પ્રયાસો કરશે.