જામનગર SOGને મળી સફળતા, મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા

મેટ્રોસીટીથી જામનગર સુધી પહોચ્યું ડ્રગ્સ રેકેટ..

જામનગર SOGને મળી સફળતા, મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા

Mysamachar.in-જામનગર

તાજેતરમાં જ રાજ્યના કેટલાય મેટ્રોસીટીમાં થી અલગ અલગ પ્રકારના ડ્રગ્સના જથ્થા ઝડપી પાડવામાં આવ્યાના કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે મેટ્રોસીટીમાં થી તો ડ્રગ્ઝના જથ્થા ઝડપાયા બાદ જામનગર જીલ્લામાં પણ હાલમાં નશાબંધી સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, ત્યારે આ ઉજવણી દરમિયાન જામનગર એસઓજી ટીમને મોટી સફળતા મળી છે, અને મેફેડ્રોન નામના મોંઘા ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપી પાડ્યો છે, જે ડ્રગ્ઝ ઝડપાયું છે તેની બજાર કીમત એક ગ્રામના 10,000 રૂપિયા હોવાનું સામે આવે છે,

જામનગરના બેડી રીંગ રોડ પર તિરૂપતિ સોસાયટી-2માં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપની ટીમે પી.આઇ. એસ.એસ.નીનામાના માર્ગદર્શન હેઠળ દરોડો પાડી માદક દ્રવ્ય મેફેડ્રોનના જથ્થા સાથે પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોને પકડી પાડી રૂ.2.68 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સહિત રૂ.3.67 લાખનો મુદામાલ કબજે કર્યો છે.જે ત્રણેય સામે સીટી સી ડીવીઝનમાં ગુનો દાખલ કરી પોલીસે ત્રણેયની ઘનિષ્ઠ પુછતાછ સાથે આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું કોણે આપ્યું કોને આપવાનું હતું સહિતની દિશાઓમાં તપાસ હાથ ધરી છે,

એસઓજી પોલીસે બેડી બંદર રીંગ રોડ પર તિરૂપતિ સોસાયટી-2 વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડયો હતો જે દરોડા દરમિયાન મકાનમાંથી કેફી પદાર્થ મેફેડ્રોનનો 26 ગ્રામ 85 મીલીગ્રામનો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે ત્યાંથી મકાન ધારક દિનેશ જગદિશભાઇ હાંડા,તેના પુત્ર રીતેશ દિનેશ હાંડા અને મયુરસિંહ પ્રવિણસિંહ વાઢેરને પકડી પાડયા હતા એસઓજી પોલીસે રૂ.2,68,500ની કિંમતનો મેફેડ્રોન ડ્રગ્સ ઉપરાંત વજન કાંટો વગેરે મળી રૂ.3.61 લાખનો મુદામાલ કબજે કર્યો છે અને ત્રણેય શખ્સ સામે એનડીપીએસ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.જામનગરમાં ગાંજો અને ચરસ જેવા માદક પદાર્થના અગાઉ વેચાણ પકડાયા બાદ ફરીથી કેફી પદાર્થનો જથ્થો પકડાતા ચકચાર જાગી છે.