ફરજમાં સતત કાર્યશીલ રહેતા મિડીયા કર્મચારીઓ દ્વારા જામનગર પ્રેસ ક્લબની રચના

પ્રમુખપદે સમીર ગડકરી

ફરજમાં સતત કાર્યશીલ રહેતા મિડીયા કર્મચારીઓ દ્વારા જામનગર પ્રેસ ક્લબની રચના

જામનગર શહેર અને જીલ્લામાં ઘણા સમયથી કાર્યરત અને પ્રજાના પ્રશ્નોને લગત વિભાગીય અધિકારીઓ સુધી પહોંચાડી નિરાકરણ લઈ આવવામાં મહત્વનું યોગદાન આપનાર કાર્યશીલ ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મિડિયાના કર્મચારીઓ દ્વારા જામનગર પ્રેસ ક્લબની રચના કરવામાં આવી છે,આ ક્લબની કારોબારીમાં પ્રમુખ સહિત ૮ સભ્યોની વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી,

જામનગર શહેર અને જિલ્લામાં સતત કાર્યરત રહી પ્રજાના પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ થાય તેવા અભિગમથી કાર્યશીલ રહેલા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડિયાના કર્મચારીઓ દ્વારા જામનગર પ્રેસ ક્લબની રચના કરવામાં આવી હતી.

આ પ્રેસ ક્લબની કારોબારીમાં અધ્યક્ષ સ્થાને દિવ્ય ભાસ્કરના સમીર ગડકરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી,તેમજ પ્રેસ ક્લબની કારોબારીમાં અધ્યક્ષ ઉપરાંતના સભ્યોમાં બકુલ ભોલા(પત્રકાર,આજકાલ પ્રેસ), નેમિષ મહેતા(નિવાસી તંત્રી,ખબર ગુજરાત),અને ઈલેક્ટ્રોનિક મિડિયાના નથુ રામડા(પત્રકાર,વી ટી વી ન્યૂઝ),ઇકબાલ અધામ(પત્રકાર,સંદેશ ન્યૂઝ),રવિ બુધ્ધદેવ(એડિટર,માય સમાચાર,ન્યૂઝ પોર્ટલ),પ્રદિપ ત્રિવેદી(ટી.વી.૯, કેમેરામેન), ઈસ્માઈલ શેખ(ફોટોગ્રાફર, અંજલી ન્યૂઝ)ની કારોબારી સમિતિના સભ્યો તરીકેની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.