Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં ગતસાંજે રંગીન મિજાજ લોકોને ખુશ કરવા માટે રહેણાક મકાનમાં ચાલતા કૂટણખાના પર પોલીસે છાપેમારી કરી છે, આ કૂટણખાનું સંયુક્ત રીતે ચલાવતી 2 મહિલા સહીત ચાર સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી સી ડીવીઝન પોલીસે કરી છે. જામનગરના તિરૂપતિ સોસાયટી વિસ્તારમાં આવેલ યોગેશ્વરધામ સોસાયટીમાં એક મહિલા કુટણખાનું ચલાવે છે એવી બાતમીના આધારે સીટી-સી પોલીસ દ્વારા ડમી ગ્રાહક મોકલીને ભાડાના મકાનમાં ચાલતા દેહ વિક્રયનો ધંધાનો પર્દાફાશ કરી બે ગ્રાહક આ ધંધો ચલાવતી બે મહિલાને ઝડપી પાડ્યા છે, જયારે બહારના રાજ્યમાથી આવેલ એક યુવતી અને સ્થાનિક એક યુવતીને નિયમમુજબ મુક્ત કરાવી છે.
ગતસાંજે શહેરમાંથી ઝડપાયેલ આ કુટણખાનું ભારે ચર્ચાનો વિષય બન્યો છે, આરોપી મહિલા દ્વારા બહારના રાજ્ય અથવા જામનગરમાંથી પૈસાની જરૂરિયાત હોય તેવી યુવતીઓને વધુ પૈસા કમાવવાની લાલચ આપી પોતાના મકાને રાખી અન્ય પુરુષો મારફતે શારીરિક શોષણ કરાવીને શરીરસુખ માણવાની વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી. અન્ય યુવતીઓને પોતાની સાથે રાખીને આરોપીઓ દ્વારા કુટણખાનું ચલાવી આર્થિક લાભ મેળવતા હોવાનું સામે આવ્યું હતું પોલીસે દરોડા દરમિયાન 3,400ની રોકડ તથા 4 મોબાઇલ કબજે કર્યા હતા. મહિલા સહિતનાઓની અટકાયત કરવામાં આવી હતી. ઉપરોક્ત બનાવ સંદર્ભે સીટી સી ડીવીઝન પી.આઈ.કે.એલ.ગાધેના માર્ગદર્શન મુજબ પી.એસ.આઇ આર.એલ.ઓડેદરા દ્વારા અનૈતિક વ્યાપાર (પ્રતિબંધ) અધિનિયમની જુદી-જુદી કલમ મુજબ ગુલઝાર, નબીરા, સબીર તથા નદીમ વિરુદ્ધ નોંધ્યો હતો.
-અલગ અલગ સમયે રાજ્ય બહારથી અથવા જામનગરની યુવતીઓને અહી લાવવામાં આવતી
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે અહી થોડા-થોડા સમયે યુવતીઓ બદલી જતી હતી તેમાં ક્યારેક રાજ્ય બહારથી તો ક્યારેક જામનગરની કોઈ યુવતીઓ પાસે દેહવિક્રીયનો ધંધો કરાવી રંગીનમિજાજી લોકોને જલસા કરાવવામાં આવતા હતા
-જેવી ઉમર જેવો દેખાવ તે પ્રમાણે વસુલવામાં આવતો ચાર્જ
આ મામલે પોલીસ પાસેથી જાણવા મળતી વધુ વિગતો પ્રમાણે ગ્રાહકો પાસેથી લેવાતો ચાર્જ અહી ફિક્સ નહોતો જેવી યુવતી એટલે કે તેની ઉમર અને દેખાવ પરથી ગ્રાહકો પાસેથી પૈસા વસુલી અને અમુક રકમ યુવતીને જયારે વધુ રકમ કૂટણખાનું ચલાવનાર મહિલાઓ રાખતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.