જામનગર જિલ્લા જેલ નજીક જ ધમધમતું હતું કુટણખાનુ..પોલીસે પાડી રેઇડ

જાણો કોણ ઝડપાયું..

જામનગર જિલ્લા જેલ નજીક જ ધમધમતું હતું કુટણખાનુ..પોલીસે પાડી રેઇડ

Mysamachar.in-જામનગર:

તાજેતરમાં રાજકોટ અને વલસાડમાં સ્પા સેન્ટરમાં મસાજ પાર્લરના નામે ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ થયા બાદ જામનગર પોલીસ પણ હરકતમાં આવીને મહિલાઓના દેહના સોદા કરતા એક મહિલા અને જમીન-મકાન લે-વેચના ધંધાર્થીની કુટણખાનું ચલાવતા ઝડપી લેવામાં આવ્યા છે.

જામનગર સીટી-એ ડીવીઝન પોલીસ મથક દ્વારા જિલ્લા જેલની સામે આવેલ શેરીમાં નાનકપુરી પાસે કુટણખાનું ચાલતુ હોવાની બાતમીના આધારે બોગસ ગ્રાહક મોકલીને દરોડા પાડવામાં આવ્યા હતા.

જેમાં કુટણખાનું ચલાવતી હલીમાબેન હૈદરશા ફકીર અને મસીતીયા ગામના યુનુસ સુલેમાન ખફી કે જેઓ જમીન-મકાન લે-વેચના ધંધાર્થી હોય બંને આરોપીને પોલીસના દરોડા દરમ્યાન ધરપકડ કરવામાં આવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જામનગર જિલ્લા જેલ સામે આવેલ શેરીમાં ચેતનભાઈ કનખરાનું મકાન ભાડે રાખીને હલીમાબેન બહારથી સ્ત્રી તેમજ પુરુષ ગ્રાહકો બોલાવીને શરીર સુખ માણવા માટે વ્યવસ્થા કરી આપીને તેમની પાસેથી પૈસા મેળવીને દેહ વ્યાપારનો ધંધો કરી કુટણખાનું ચલાવતી હોવાનો ખુલાસો થયો છે,

હલીમાબેન આ સ્ત્રીઓના દેહના વ્યાપારમાં સાથ આપનાર મસીતીયા યુનુસ ખફી પણ જોડાયેલ હોય બંનેની અટકાયત કરીને પાંચ મોબાઈલ, બાઇક, રોકડ રકમ સહિત અંદાજે ૫૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે અને સાથો સાથ ગર્ભ નિરોધકના સાધન તરીકે ઉપયોગમાં લેવામાં આવતા ૨૦ જેટલા કોન્ડોમના પેકેટ પણ મળી આવ્યા હતા,  

વધુમાં ઝડપાયેલા આ બંને દેહ વ્યાપારના સોદાગરો પાસેથી પાંચ મોબાઈલ પણ કબ્જે કરાયા છે,જેના આધારે પોલીસે વધુ તપાસ તેજ કરીને આ દેહ વ્યાપારમાં કોણ સંકળાયેલ છે અને અહિયાં કોણ મજા કરવા આવતા તે  સહિતની બાબતોનો ખુલાસો કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.