Mysamachar.in-જામનગર:
એક તરફ લોકડાઉન ચાલી રહ્યું છે, તો બીજી તરફ સમય કેમ પસાર કરવો તે કેટલાક લોકો માટે મુંજવણનો વિષય છે, તો કોઈ જુગાર રમી અને ટાઈમ પસાર કરી રહ્યા છે, ત્યારે આવા લોકો પર પોલીસે નજર રાખીને જુગાર રમતા ઝડપી પાડ્યા છે, જામનગર જીલ્લામા પણ 2 સ્થળોએ લોકડાઉન દરમિયાન જુગારીઓ જમાવેલ મહેફીલો પર પોલીસે દરોડા પાડ્યા છે,
પહેલા દરોડામાં લાલપુર તાલુકાના મેમાણા ગામની સીમમાં યોગેન્દ્રસિંહ મહોબતસિંહ જાડેજાની વાડીમા હરીશ નારણ સોજીત્રા જુગારનો અખાડો ચલાવતા હોય સ્થળ પરથી પોલીસે 7 શખ્સો હરીશ નારણ સોજીત્રા, રાજુ વિક્રમ સોચ, હિરેન અરશી સોચા, મુકેશ જેઠા વસરા, હકા બાવા ટોયટા, દેવાનદ માલદે નંદાણીયા, અને લખમણ નાથા કદાવરને 91.૦૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે,
તો બીજા દરોડામા શહેરના દિગ્વિજયપ્લોટ 23માં રહેણાક મકાનમાં હિતેશ રમેશ સિંધી જુગાર રમાડી રહ્યો હોવાની માહિતી પરથી પોલીસે દરોડો પાડીને 10 ઈસમો હિતેશ રમેશ દુલાની, ભાવેશ હરવાણી, મહેશ દુલાની, સુનીલ લાલવાણી, રમેશ લાલવાણી, ભાવેશ દુલાની, કમલેશ જ્ઞાનચંદાણી, રાજીવ સેવકાણી, અનીલ દુલાની અને કૌશિક પંડ્યાને 730૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે.