Mysamachar.in-જામનગર:
જામનગર પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા વચગાળાના જામીન ઉપરથી નાસતા ફરતા રહેલ ગુનેગારોને શોધી કાઢવા અંગેની ડ્રાઇવ અનુસંધાને જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા. દરમ્યાન ખંભાળીયા પોલીસ સ્ટેશન વર્ષ 1999માં નોંધાયેલ હત્યા કેસના આરોપી વડોદરા મધ્યસ્થ જેલ, ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ પાકા કામના કેદી નં.78849 શબ્બીરમીયા અજીઝમીયા સૈયદ બુખારી રહે. અલસફા સોસાયટી મોરકંડા રોડ, જામનગર વાળો ગઇ તા.2/6/2022 થી ફર્લો રજા ઉપર થી જમ્પ થઇ પોલીસને થાપ આપી નાસતો ફરતો રહેલ, જે આરોપીને સ્ટાફના ધર્મેન્દ્ર વૈષ્ણવ, કાસમ બ્લોચ,ભરત ડાંગરનાઓએ સંયુકત રીતે મળેલ બાતમી હકિકત આધારે પોરબંદર ખાતેથી ઝડપી પાડી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પરત સોંપવા અંગેની તજવીજ કરવામાં આવેલ છે.