વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ જમ્પ કરી પોલીસને થાપ આપનાર આરોપીને દબોચી લેતી જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડ

વર્ષ 1999 ખંભાળીયાના ચકચારી મર્ડર કેસમાં સજા પામેલ

વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ જમ્પ કરી પોલીસને થાપ આપનાર આરોપીને દબોચી લેતી જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડ

Mysamachar.in-જામનગર:

જામનગર પેરોલ ફર્લો સ્કવોડના માણસો પેરોલ ફર્લો રજા પરથી ફરાર અને ગુનામા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા, દરમ્યાન પોલીસ સ્ટાફના ગોવિંદ ભરવાડ, સલીમભાઇ નોયડા, ભરત ડાંગર,કાસમ બ્લોચને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે ખંભાળીયા પોલીસ સ્ટેશનના 1999ના હત્યાના ગુનામાં વડોદરા મધ્યસ્થ જેલ, ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ પાકા કામના કેદી નં..78849 શબ્બીરમીયા અજીઝમીયા સૈયદ બુખારી રહે. અલસફા સોસાયટી મોરકંડા રોડ, જામનગર વાળાની તા.-5/10/2022 ના રોજ દિન-7 માટે ફર્લો રજા મંજુર થયેલ બાદ હજાર ન થતા ફર્લો રજા ઉપર થી જમ્પ થઇ પોલીસને થાપ આપી નાસતો ફરે છે અને હાલ ખંભાળીયા આવેલ છે જેથી હકીકત આધારે શબ્બીરમીયા અજીઝમીયા સૈયદને આજરોજ ખંભાળીયા ખાતેથી ઝડપી પાડી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પરત સોંપવા અંગેની તજવીજ કરવામાં આવેલ છે.