Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના નાના ખડબા અને નાંદુરી ગામ નજીક આવેલ એક નદીના ધસમસતા પાણીના વહેણમાં ૩ લોકો સાથેની કાર તણાઈ ગયાની ઘટના સામે આવી છે, જે કાર તણાઈ તેમાં બે મહિલાઓ અને એક પુરુષ સવાર હતા, જેમાંથી પુરુષની ડેડબોડી મળી ચુકી છે, એક મહિલાનો બચાવ થયો છે, જયારે હજુ પાણીના વહેણમાં તણાઈ ગયેલ એક મહિલાની શોધખોળ ચાલી રહી છે.