Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં પારિવારિક ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સામસામે છરી વડે હુમલો થયો છે, ઘટનાની જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે ગુલાબનગર નજીક આવેલ પ્રભાતનગર વિસ્તારમાં હેતલ પરમાર અને તેના દિયર કિશન પરમાર વચ્ચે કોઈ બાબતને લઈને ઉગ્ર બોલાચાલીઓ થઇ હતી, જે બાદ કિશનને ભાભીએ મારેલ છરીનો ઘા જીવલેણ સાબિત થતા તેનું મોત નીપજ્યું છે, આ ઘટનામાં મહિલા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા તેણીની સારવાર પણ જીજી હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. પી.આઈ.એમ.જે.જલુ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર અને હોસ્પિટલ ખાતે દોડી ગયો છે, વધુ તપાસ ચાલી રહી છે.જો કે આ સમગ્ર મામલે આ જ કારણ છે અન્ય કોઈ કારણ અને સમગ્ર ઘટનાક્રમ કઈ રીતે બન્યો તે અંગે પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.