જામનગર સાંસદ પૂનમબેન માડમ દુબઈ એકસ્પોમાં જવા રવાના

સંસદસભ્ય કાર્યાલય રાબેતા મુજબ કાર્યરત રહેશે.

જામનગર સાંસદ પૂનમબેન માડમ દુબઈ એકસ્પોમાં જવા રવાના
file image

Mysamachar.in-જામનગર:

દુબઈ ખાતે યોજાયેલ એકસ્પોમાં મુલાકાત માટે સાંસદ પૂનમબેન માડમ દુબઈ જવા આજરોજ રવાના થયેલ છે. સમગ્ર યાત્રા અને પ્રવાસ દરમ્યાન તેઓ કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરી ભારતીય તથા વિવિધ દેશોના પ્રદર્શન સ્ટોલની મુલાકાત લેશે. પ્રદેશના ઔધોગીક અને વ્યાપાર વૃધ્ધી માટે વિચારોનું આદાન પ્રદાન કરશે અને તેઓ તા.5/1/2022 ના પરત ફરશે. આ દિવસો દરમ્યાન જામનગરમાં મળી શકશે નહી. પરંતુ જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા ખાતે સંસદસભ્યના કાર્યાલય સવારે 9:30 થી રાત્રે 8:30 સુધી રાબેતા મુજબ નિયમીત રીતે કાર્યરત રહેશે.તેમ સાંસદ કાર્યાલયની યાદી જણાવે છે.