Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે જામનગરના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમે આજે નવાગામ વિસ્તારમાં આવેલ ગોપાલક છાત્રાલય ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી