Mysamachar.in-જામનગર:
જામનગર એલસીબી ટીમને એક મોટી સફળતા મળી છે, જામનગર શહેરના કિશાનચોક સુમરાચાલી નજીક એક રહેણાક મકાનમાં ક્રિકેટ મેચનો મોટાપાયે ડબ્બો ચાલી રહ્યો હોવાની માહિતી એલ.સી.બી.સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા અને હરદીપભાઇ ધાધલને મળતા કિશાનચોક સુમરા ચાલી પાસે આરોપી અબ્દુલકાદર નુરમહમંદ ખફી સુમરાની ઓફીસમા ઉપરના માળે આવેલ રૂમમાં ચાલતા ક્રિકેટ મેચના ડબ્બા ઉપર રેઇડ કરી આરોપીઓ અબ્દુલકાદર નુરમહમંદ ખફી રહે,કિશાનચોક, સુમરા ચાલી, ખફી હોટલ પાસે અશોક ઉર્ફે બાબુલ પોપટલાલ દતાણી રહે ગ્રીનસીટી, તુષાર ઉર્ફે રૂપેશ હસમુખલાલ મહેતા રહે ચાંદી બજાર કલ્યાણજીના મંદીર પાસે મકીમવાડી, પરેશ મગનભાઇ સોલંકી રહે.મોટા આશાપુરા મંદીર પાસે વાઘેરવાડો પાસેથી લેપટોપ, મોબાઇલ ફોન, ક્રિકેટ સટ્ટાને લગતું સાહિત્ય રોકડ નાણા વિગેરે મળી કુલ 18,82,700 ની મતાના મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ એ.એસ.આઇ. સંજયસિંહ વાળાએ ફરીયાદ રીપોર્ટ આપતા પીએસઆઈ કે.કે.ગોહીલએ આરોપીઓની ધરપકડ કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
-ગ્રાહકોના નામ
અબબાસ વોરા, કારો સેન્ડવિચ વાળો, 13 નંબર મુનો, મસરૂ, અંકિત, 52 નંબર, કિશોર, રોકી, ઇમરાન મોહન
-લાઈન ચલાવનાર
વિઠ્ઠલ અને દિનકરભાઈ
કાર્યવાહી કરનાર ટીમ
ઇન્ચાર્જ પી.આઈ એસ.એસ.નીનામા, પીએસઆઈ કે.કે.ગોહીલ, આર.બી.ગોજીયા, બી.એમ.દેવમુરારી એલ.સી.બી સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા, દિલીપભાઇ તલવાડીયા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, પ્રતાપભાઇ ખાચર, વનરાજભાઇ મકવાણા, રઘુભા પરમાર ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા,એ.બી.જાડેજા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.