દરેડમાં ગર્ભવતી મહિલાની હત્યાનો ભેદ ઉકેલતી જામનગર LCB, કોણ છે આરોપી શા માટે કરી હત્યા વાંચો વિગતવાર 

ગત રવિવારે બનેલ ઘટના એક સપ્તાહે ઉકેલાઈ 

દરેડમાં  ગર્ભવતી મહિલાની હત્યાનો ભેદ ઉકેલતી જામનગર LCB, કોણ છે આરોપી શા માટે કરી હત્યા વાંચો વિગતવાર 

Mysamachar.in-જામનગર:

જામનગર નજીકના દરેડ ગામે રહેતા એક નેપાળી પરિવારની આઠમાસનો ગર્ભ ધરાવતી ગર્ભવતી મહિલાની કરપીણ હત્યા અને તેના ઘરમાંથી લુંટ થયાની ઘટના ગત રવિવારે સામે આવી હતી, અને આજે પણ રવિવાર છે એટલે કે એક સપ્તાહમાં જામનગર LCB ટીમે આ હત્યા અને લુંટના ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે, રોકડ અને દાગીનાની લુંટ ચલાવી નાશી જનાર શખ્સ સુધી પહોચવામાં જામનગર પોલીસની ટીમોને મહેનતને સફળતા મળી છે,

એક સપ્તાહ પૂર્વે દરેડ વિસ્તારમાં એક પ્લોટમાં વસવાટ કરતા નેપાળી પરિવારના ભુમીષા ઉર્ફે અંજુ નામની મહિલાની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી અને તે ગર્ભવતી હોય તેની હત્યા નીપજાવી લુંટારૂ શખ્સ મોબાઈલ અને રોકડ લઈને પલાયન થઇ ચુક્યા બાદ એસ.પી.દીપન ભદ્રન, એ.એસ.પી.નીતીશ પાંડે અને ગ્રામ્ય ડીવાયએસપી કુણાલ દેસાઈના માર્ગદર્શનમાં પંચકોશી બી ડીવીઝન પોલીસ અને એલસીબી સ્ટાફ આ લુંટ હત્યા કેસનો ભેદ ઉકેલવામાં જહેમત કરતા દરમિયાન એલસીબીના ASI સંજયસિંહ વાળા અને ભગીરથસિંહ સરવૈયાને તેમના બાતમીદારો મારફત ચોક્ક્ક્સ બાતમી મળી કે આ લુંટ હત્યાને અંજામ આપનાર મહમદફૈઝ જમાંલુંદીન અન્સારી જે હાલ દરેડ અને મૂળ ઉતરાખંડનો રહીશ તે સંડોવાયેલ છે, અને તે તેમના વતનમાં હોવાની માહિતી મળતા ઉતરાખંડથી આ શખ્સની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા આરોપીને આર્થિક સંકડામણ હોય જેથી પૈસા મેળવવા માટે આ રીતે લુંટ અને હત્યાની ઘટનાને અંજામ આપ્યાનું જણાવ્યું છે.પોલીસે તેની ધરપકડ રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.