જામનગર LCBનો ઘોડીપાસાના જુગાર પર દરોડો, મુદ્દામાલમાં માત્ર રોકડ જ મળી..!

બિચારા જુગારીઓ ન હતા વાહન કે નહોતા લઇ ગયા મોબાઈલ..!

જામનગર LCBનો ઘોડીપાસાના જુગાર પર દરોડો, મુદ્દામાલમાં માત્ર રોકડ જ મળી..!
symbolic image

Mysamachar.in-જામનગર

જામનગર શહેર નવાગામધેડ હનુમાનચોક કીશોરભાઇ મકવાણાના મકાનમાં ઘોડીપાસાનો જુગાર ચાલી રહ્યો હોવાની માહિતી પરથી જામનગર એલસીબીએ રેડ કરી 10 ઇસમોને માત્ર રોકડા રકમ સાથે ઝડપી પાડ્યા છે, આ સ્થળે મકાન માલીક કિશોરભાઇ વશરામભાઇ મકવાણાએ પોતાના મિત્ર હીતેશભાઇ શીંગાળાની સાથે મળી ધોડીપાસાના પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગારનો અખાડો ચલાવી રેઇડ દરમ્યાન રોકડ રૂ. 1,65,500 તથા ધોડીપાસા નંગ-2 ના મુદામાલ સાથે નીચે મુજબના દસ ઈસમો માત્ર રોકડ રકમ સાથે સ્થાનિક ગુન્હાશોધક શાખાએ ઝડપાયા છે.

-કોણ કોણ ઝડપાયું..
-હિતેશભાઇ અશોકભાઇ શીંગાળા કોળી 
-સચીનભાઇ કિશોરભાઇ કંટાળીયા 
-અજીતસિંહ પ્રતાપસિંહ વાઢેર 
-અશોકભાઇ શરદભાઇ શીંગાળા 
-રોહીતભાઇ વિશાલભાઇ ઉર્ફે સદામ શીંગાળા 
-પાર્થભાઇ ભરતભાઇ રાઠોડ ખવાસ 
-રમેશભાઇ ગોવુભા ચાવડા 
-હિતેન્દ્રસિંહ અભેસિંહ ઝાલા 
-તુષારભાઇ ચુનીલાલ ફીસડીયા 
- લખમણભાઇ ઉર્ફે લખન રામભાઇ ચાવડા આહીર 
હાજર નહી મળી આવેલ -કિશોરભાઇ વશરામભાઇ મકવાણા

-બિચારા જુગારીઓ ન તો હતા વાહન કે નહોતા લઇ ગયા મોબાઈલ..!

જામનગર એલસીબીએ કરેલ આ રેડ દરમિયાન પોલીસને માત્ર રોકડા રૂપિયા 1.65 લાખ સિવાય કશું મળ્યું નથી, એટલે આશ્ચર્ય એ થાય કે શું જુગારીઓને ખબર હતી કે પોલીસ રેડ કરવા આવવાની છે માટે મોબાઈલ કે વાહનો લીધા વિના જ જુગાર રમવા સ્થળ પર માત્ર રોકડા લઈને જ પહોચ્યા હશે.? શું આજના જમાનામાં કોઈ મોબાઈલ લીધા વિના ક્યાય જાય છે ખરા.? પણ આ કિસ્સામાં એવું ના પણ હોય.. ક્દાચ જુગારીઓ બિચારા હોય તેની પાસે રોકડ સિવાય કશું ના પણ હોય....? કારણ કે તેની પાસે મોબાઈલ પણ નહોતા અને વાહનો પણ નહોતા જે આશ્ચર્ય પમાડે તેવું છે.