Mysamachar.in-જામનગર
જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખાની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન શહેરના દિ.પ્લોટ 45માથી એક ટાટા બોલ્ટ કારમાંથી ઇગ્લીશ દારૂની બોટલ નંગ-367 કિ.રૂ.1,46,800 તથા કાર મળી કુલ રૂ.4,46,800નો મુદામાલ ઝડપી પાડ્યો છે. એલ.સી.બી.ના ફિરોજ દલ તથા રઘુભાપરમારને મળેલ હકિકત આધારે દિ. પ્લોટ 45 પાસે રોડ ઉપરથી એક સફેદ કલર નંબર વગરની ટાટા બોલ્ટ કાર માથી ઇગ્લીશ દારૂની બોટલ નંગ-367 કિ.રૂ. 1,46,800 તથા કાર કિ.રૂ. 3,00,000 મળી કુલ રૂ. 4,46,800ના મુદામાલ સાથે મળી આવતા આ મુદ્દામાલ કબજે કરી પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને દારૂ ભરેલ કારચાલકને ઝડપી પાડવા માટેની કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળે છે.