જામનગર:પિતા અમદાવાદ દીકરાને ઘરે ગયા, પાછળથી તસ્કરોએ મકાનને નિશાન બનાવી આટલો માલ ઉસેડી લીધો

હરિયા સ્કુલ નજીક રહેણાક વિસ્તારની ઘટના

જામનગર:પિતા અમદાવાદ દીકરાને ઘરે ગયા, પાછળથી તસ્કરોએ મકાનને નિશાન બનાવી આટલો માલ ઉસેડી લીધો
symbolic image

Mysamachar.in-જામનગર

જામનગર શહેરમાં વધુ એક વખત તસ્કરોએ હાથ માર્યાની પોલીસ ફરિયાદ સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. ભરતભાઇ કાંન્તીલાલ કારીયા જે વ્યવસાયે નોકરીયાત છે, અને તેવો હરીયાસ્કુલ રોડ, જૈનદેરાસર પાસે,વૃદાવન.H/10/N, શુભ આવાસ એપાર્ટમેન્ટ સામે વસવાટ કરે છે, તેવો થોડા દિવસો પૂર્વે તેના મોટા દિકરાના ઘરે અમદાવાદ ખાતે ગયેલ હોય તે સમયગાળા દરમ્યાન તેના રહેણાંક મકાનના ડેલી ટપી અંદરના મુખ્ય દરવાજાનો તાળુ નકુચો સહીત તોડી અંદર પ્રવેશ કરી ઘરમા રાખેલ કબાટમાંથી સોનાની લેડીસ વીટી વજન આશરે 3 ગ્રામ, ગળામા પહેરવાનો હાર તથા બંન્ને કાનની બુટી વજન આશરે 16 ગ્રામ, લેડીસ બ્રેસલેટ વજન આશરે 16 ગ્રામ, ચાંદીના સાંકળા જોડી, સોનાનો ડોકમા પહેરવાનો ચેઇન વજન આશરે 15 ગ્રામ રોકડા રૂપિયા 5000 એમ કુલ કિમત રૂપિયા 1,40,913/-ના સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયાની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયાની તેમની ફરિયાદ પરથી પીએસઆઈ એસ.એમ.સિસોદિયાએ વધુ તપાસ હાથ ધરી છે.