Mysamachar.in-જામનગર
લોકોને આવશ્યક ચીજવસ્તુઓ નિયમિત રીતે સમયસર પુરતા પ્રમાણમા મળી રહે તે જોવાની ફરજો પુરવઠા કચેરીના જવાબદારોની છે તેમ કાયદાની જોગવાઇ હોવાનુ RTI હેઠળ આપેલી માહિતીમા પુરવઠા અધીકારીએ જણાવ્યુ છે પરંતુ જે કાયદેસર રીતે ફરજ અને જવાબદારી છે કે લોકોની ફરિયાદના નિકાલ કરવા રજુઆતની તક આપી ઉકેલ કરવો પારદર્શિતા રાખવી વગેરે વગેરે પ્રોએક્ટીવ ડીસ્ક્લોઝરમા દર્શાવાયુ છે તેમજ જિલ્લા પુરવઠા અધીકારી, મામલતદાર, ઇન્સ્પેક્ટર, હેડ ક્લાર્ક, નાયબ મામલતદાર ઝોનલ ઓફીસર વગેરેની ફરજો પણ તેમા જે રીતે લખી છે તે રીતે સો ટકા ફરજ બજાવતા ન હોવાનુ જાણકારોએ કહ્યુ છે કેમકે રેશન વોર્ડ સહિત જાહેર વિતરણ તેમજ અન્ન નાગરીક પુરવઠા બાબતે લોકોની અસંખ્ય ફરિયાદો છે છતાય કોઇ ઠોસ પગલા લઇ દાખલા બેસાડવામા આવતા નથી તે જગજાહેર બાબત છે.
નાગરીકોના પુરવઠાની બાબતે લગત અધીકારીઓની કાયદા મુજબ ફરજ જોઇએ તો
-જિલ્લા પુરવઠા અધીકારીની ફરજો
સમગ્ર જિલ્લા પુરવઠા તંત્રની દેખરેખ નિયમન કરવુ કેસ ચલાવવા લોકસમસ્યાઓ નિવારવી પુરવઠાની જાળવણી કરાવવી વગેરે
-પ્રાંત અધીકારી-ડેપ્યુટી કલેક્ટરની ફરજો
પ્રાંત કક્ષાના પુરવઠાની દેખરેખ તપાસણીઓ કરવી નિયમન કરવુ લોકોના પ્રશ્નો ઉકેલવા વગેરે
-મામલતદારની ફરજો
સમગ્ર તાલુકા કે કાર્યક્ષેત્ર હેઠળ પુરવઠા નિયમન કરવુ ગ્રાહકો વગેરે સાથે સંકલન કરવુ તપાસણી કરવી વગેરે
-હેડ ક્લાર્ક ની ફરજો
જિલ્લા પુરવઠા અધીકારીએ કરવાની થતી તમામ કામગીરી તેમના મારફત તેમજ જિલ્લામા પુરવઠાનુ નિયમન દેખરેખ વગેરે માટે અધીકારીના નિયંત્રણ હેઠળ ફરજ બજાવવી વગેરે
-પુરવઠા ઇન્સ્પેક્ટરની ફરજો
પુરવઠા અંગે તપાસણી કરવી નિયમન કરવુ દેખરેખ રાખવી આવશ્યક ચીજવસ્તુઓની પરવાનાની ચકાસણી કરવી જરૂરી ખરાઇ કરવી વગેરે
-ઝોનલ ઓફિસરોની ફરજો
પરમીટ આપવી વોર્ડમા અને ત્યાથી લોકોમા સમયસર પુરવઠો મળતો રહે તેની તકેદારી રાખવી વગેરે
-નાયબ મામલતદારની ફરજો
પુરવઠા વિષયની તમામ કામગીરી કરવી તપાસણી કરવી ગ્રાહકો સાથે સંકલન કરવુ વગેરે
હવે વ્યાજબીભાવની દુકાનો એટલે કે સસ્તા અનાજનો વોર્ડ પેટ્રોલ ડીઝલ ગેસ વગેરે પંપ ગેસ એજન્સી બટેટા ડુંગળી અનાજ કઠોળ ખાંડ તેલ તેમજ કેરોસીન સ્પીરીટ નેપ્થા સોલવન્ટ આવશ્યક ચીજવસ્તુઓ જે ગ્રાહકો માટે જરૂરી છે તેવી પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લઇને બધુ જ પારદર્શી ચાલે સમયસરને નિયત ભાવમાં મળે કાળાબજાર ન થાય (કેમકે કોઇ ચીજ વસ્તુ આવશ્યક કાયદાથી બહાર હોય પરંતુ ગ્રાહક સુરક્ષા કાયદામા તો બધુ જ આવી જાય એ લોકો જાણમા રાખે યાદ રાખે અને પુરવઠા તેમજ મામલતદાર તંત્ર ભુલે નહી) તે બધુ જ જોવાની જેમની જવાબદારી છે તે રેકર્ડ મુજબ mysamachar.in ના વ્યુઅર્સ માટે રજુ કર્યુ છે, હવે લોકો ગ્રાહકો જણાવી શકે છે કે તેમના આ તમામ બાબતે કેવા અનુભવ રહ્યા છે અમે વાચા આપવા તૈયાર છીએ તેવુ આહવાન વખતો વખત કર્યુ છે.
-જાણકારોએ કર્યા સવાલ….
તંત્ર મોટી મોટી વાતો કરી કે…. લોકોને રજુઆતની તક તેના ઉકેલની કાર્યવાહી… જાહેર વિતરણમાં પારદર્શીતા જાળવવી….. વગેરે… કાયદેસરની ફરજો અને જવાબદારી પુરવઠા તંત્રની છે…. પરંતુ આ ફરજ બજાવાય છે? ના તો શુ કામ જવાબદારો સામે પગલા લેવાતા નથી? શા માટે કેસો નોંધાતા નથી? શા માટે જુજ કેસ છે તે ચાલતા નથી? શા માટે કાર્ડ ધારક અને ગ્રાહકોને હંમેશા ન્યાય મળતો નથી?