Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લા સહકારી બેન્કની યોજાયેલ ચુંટણીની આજે મતગણતરી યોજાઈ હતી, જામનગરની આ બેંક પર કબજો કરવો ભાજપ કોંગ્રેસ અને સહકારી આગેવાનો માટે પ્રતિષ્ઠાના જંગ સમાન છે, ભલે પ્રત્યક્ષ નહિ પરંતુ પરોક્ષ રાજકારણ આ ક્ષેત્રમાં છે તે સૌ જાણે છે, આ બેન્કની કુલ 16 સીટ છે, જેમાં બે સરકારી સીટ છે, જયારે 14 સીટો માટે ચુંટણી થાય છે, ચુંટણી જાહેર થયા બાદ દેવભૂમિ દ્વારકા જીલ્લાની 3 અને જામનગર જીલ્લાની 2 સીટના ઉમેદવારો બિનહરીફ થયા હતા, જયારે 9 સીટ માટે થયેલ મતદાનનું મતગણતરી ડીકેવી કોલેજ ખાતે યોજાઈ હતી, જેમાં જામનગર તાલુકામાં પ્રવિણસિંહ ઝાલા વિજેતા થયા હતા, તો ભાણવડ બેઠક પરથી પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાની થઇ જીત થઇ તો સામેના ઉમેદવાર વશરામ સોલંકીને માત્ર 1 જ મત મળ્યો હતો,
જામજોધપુર બેઠક પરથી બ્રિજરાજસિંહ જાડેજા અને હેમત ખવાને 11-11 મત મળતા ચીઠી નાખી અને નિર્ણય કરવામાં આવતા હેમત ખવા વિજેતા થયા હતા, તો કાલાવડ બેઠક પરથી રાજુભાઈ વાદી વિજેતા જયારે સામે ના ઉમેદવાર કાંતિ ગઢિયાની હાર થઇ હતી, ધ્રોલ બેઠક પરથી રાઘવજી પટેલ વિજેતા થયા તો સામેના ઉમેદવાર રઘુ મુંગરાની હાર થઇ હતી, જોડિયા બેઠક પરથી હાલ જામનગર જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા વિજેતા થયા છે, તો શરાફી બેઠક પરથી જામનગરના અગ્રણી ઉદ્યોગપતિ જીતેન્દ્રભાઈ લાલનો વિજય થયો છે, જયારે સામેના ઉમેદવારને માત્ર 10 મતો મળ્યા છે. ખરીદ વેચાણ સંઘની બેઠક પરથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવડીયાનો વિજય થયો છે, ભંડાર બેઠક પર થી બળદેવસિંહ જાડેજા નો વિજય થયો છે,