જામનગર જીલ્લા કલેકટર ડો.સૌરભ પારધી કોરોના સંક્રમિત 

અધિકારીઓ અને કર્મચારીઓ કલેકટર જલ્દી સંપૂર્ણ સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે,

જામનગર જીલ્લા કલેકટર ડો.સૌરભ પારધી કોરોના સંક્રમિત 
file image

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર જીલ્લાના લોકોની સુખાકારી અને પ્રશ્નોનોના તુરત નિરાકરણ માટે સતત દોડતા અને લોકોને કોરોનાના ચાલી રહેલ સમયમાં પણ કોઈ મુશ્કેલી ના પડે તે માટે સતત અધિકારીઓ સાથે બેઠકો, રીવ્યુ મીટીંગો, સરકારમાં વિડીયો કોન્ફરન્સીંગ સહિતમાં ક્યારેય સમયની પરવાહ કર્યા વિના જામનગર જીલ્લા કલેકટર ડો.સૌરભ પારધી સતત જીલ્લા સમાહર્તા તરીકેની ઉત્તમ કામગીરી કરી રહ્યા છે, જેના સાક્ષી સ્ટાફ, અધિકારીઓ અને જીલ્લાના પદાધિકારીઓ છે.

ત્યારે ગતસાંજે જામનગર જીલ્લા કલેકટર ડો.સૌરભ પારધીનો કોરોના રીપોર્ટ પોજીટીવ આવતા જામનગર જીલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ કલેકટર જલ્દી સંપૂર્ણ સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે, કલેકટરને સામાન્ય લક્ષણો જણાઈ આવતા તેવોએ આગોતરી તકેદારીના ભાગરૂપે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેનો રીપોર્ટ ગઈકાલે પોજીટીવ આવ્યા બાદ તેમની તબિયત સારી છે અને તેવો હાલ હોમઆઈસોલેટ થયા છે અને છેલ્લા કેટલાક દિવસોમાં જે કોઈ તેમના સંપર્કોમાં આવ્યું હોય તેને પણ  કોઈ તકલીફો ના પડે તે માટે તકેદારીના ભાગરૂપે કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.