જામનગર:દરેડ GIDCની ચુંટણી, ઉદ્યોગ અને ઉદ્યોગકારો માટે શું જરૂરી...? વિકાસ લક્ષિત પેનલે તૈયાર કર્યો છે આવો પ્લાન
જો બનશે વિજેતા તો કરશે ધરમૂળથી ફેરફાર

Mysamachar.in-જામનગર:
જામનગર નજીક આવેલ દરેડ GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની આગામી વર્ષ ૨૦૨૨/૨૫ માટેના હોદેદારોની ચુંટણી માટે આગામી તારીખ 14 ઓગસ્ટ રવિવારના રોજ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થવાનું છે, પણ દરવખતની આ એસોસીએશનની ચુંટણી કરતા આ વખતની ચુંટણી કઈક અલગ હશે તેવું અનુમાન જાણકારો લગાવી રહ્યા છે. અને તેની પાછળનું મૂળ કારણ વિકાસ લક્ષિત પેનલ(ત્રિશુલ)ની યુવાઓ અને પીઢ ઉમેદવારોની પેનલ દ્વારા જે રીતે પોતાનું વિઝન રજુ કરવામાં આવ્યું છે તેને ઉદ્યોગકારો હરખભેર વધાવી લેશે તેવું ચર્ચાઈ રહ્યું છે.
આ એસોસીએશનના 21 સભ્યોની કારોબારી માટેની ચૂંટણી યોજાઈ રહી છે.હવે આ એસોસિએશનમાં જે રીતે ઉદ્યોગકારોનો ઝુકાવ જશે તે જોવા મળી રહ્યું છે તે મુજબ ઉત્સાહી ફેઈસ એવા વિષ્ણુ પાંભર (પટેલ)નું જૂથ (ત્રિશુલ)ની કારોબારીની તમામ 21 બેઠકો કબ્જે લેવા શક્તિપ્રદર્શનના મુડમાં છે.ઉદ્યોગકારોનું હાલનું ચુંટણી વાતાવરણ એવા સંકેતો આપે છે કે, યુવા ઉદ્યોગપતિ વિષ્ણુ પાંભરની વિકાસ લક્ષિત પેનલ(ત્રિશુલ) માટે આ વખતે ઉજળા સંજોગો નિર્માણ પામશે કારણે કે ઉદ્યોગકારો આ વખતે પરિવર્તન પણ પરિણામ લાવી શકે તેવા ઉમેદવારોને કમાન સોંપવા માંગે છે.ત્યારે ત્રિશુલના નિશાન પર ઉદ્યોગકારો મત આપી અને પરિવર્તનનો પવન ઉદ્યોગમાં ફૂંકશે તેમ લાગે છે.
વિકાસલક્ષિત પેનલ(ત્રિશુલ) દ્વારા ઔધોગીક એસ્ટેટના વિકાસલક્ષી એજન્ડા
-માર્ગદર્શક કોર કમિટીનું ગઠન
-G.I.D.C. ના સર્વિસચાર્જ નાં ઓછા ભારણ માટેના અગ્રતાપુર્વક પ્રયાસો કરીશું
-એશોસિએશનનાં કામકાજમાં પારદર્શિતા લાવીશુ
-કોમ્યુનીટી હેલ્થ સેન્ટર (108 એમ્બ્યુલન્સ) ઉપલબ્ધ કરાવશું
-સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર
-ફાયર ફાઇટર સ્ટેશનની સુવિધા
-કોમન પબ્લીક ટોયલેટ એન્ડ સેનીટેશન
-સી.સી.ટી.વી કેમેરા નું પુનઃસ્થાપન
-અતિઆધુનિક મેટાલેબ ની સ્થાપના
-G.I.D.C. રોડ નેમીંગ, મેપીંગ, ઝોનિંગ
-એફલુએન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટ (E.T.P.)ની સુવિધા
-C.PR. પ્રોજેકટ ની ગ્રાન્ટ લેવા માટેનાં અગ્રતા પુર્વક પ્રયાસો
-રેસીડેન્ટ ઝોનનું ઔધોગિક એકમોમાં સમાવવા માટેનાં પ્રયાસો
-કોમન પ્લોટો તેમજ મુખ્ય માર્ગો પર વૃક્ષારોપણ
-લાલપુર બાયપાસ ઓવરબ્રિજનું તેમજ સર્વિસ રોડમાટેના કાર્યને વેગવંતુ બનાવવા ભારપુર્વક રજુઆત
-G.I.D.C. અસોશીએશન ને નોટીફાઇડ એરીયામાં સમાવેશ કરવા અથવા J.M.C. સાથે M.O.U. કરવાના પ્રયાસો
-પારદર્શિતા પુર્વક ટેન્ડરીંગ અને એલોટમેન્ટ પ્રોસેસ ને સરળ બનાવતી પ્રક્રિયા
-એસોસીએશનનાં હોલને અતિઆધુનિક બનાવવાતેમજ સુવિધાઓને વિસ્તૃત કરવી
-G.I.D.C. નાં મુખ્ય માર્ગો પર ટ્રાફિક ની સમસ્યાઓનો નિકાલ
-કાઇપણ નિતિ વિષયક નિર્ણયોમાં માર્ગદર્શક કોર કમિટી સાથે રાખીને જ નિર્ણય કરીશું.
ઉદ્યોગકારોમાં હીતલક્ષી એજન્ડા
-ઉધોગકારોની કાયમી સમસ્યાઓ જેમકે GIDC/GPCB/GST/PGVCL / LABOR ઇત્યાદી નાં ઉકેલ માટે માનદ સલાહકારોની નિમણુંક
-એસોસીએશન હોલમાં ટેકનિકલ તાલીમ માટેનાં અભ્યાસ ક્રમોની સુવિધા(AutoCad, CNC VMC Prog. Etc...)
-સરકારી યોજનાંઓનો લાભ લેવા માટેનાં સેમીનાર અને માર્ગદર્શન
-સરળ અને ઓછા વ્યાજદરની ઔદ્યોગિક લોનની ઝડપી સુવિધા માટે બેંકો સાથે કરાર
-PGVCL ની સમસ્યાઓનો કાયમી નિકાલ
-PGVCL માં LT કનેકશનનો સ્લેબ વધારો 100 KW થી વધારી 180 KW કરવા ભાર પુર્વક રજુઆતો
-ઉદ્યોગકારો અને લેબર માટે ફ્રી મેડીકલ કેમ્પ 8) ઔદ્યોગિક તેમજ સરકારી નોટીફીકેશન અને અપડેટ નો લાભ લેવા માટે ત્વરીત વોટસએપ મિડીયા દ્વારા ઉદ્યોગકારોને સંચારીત કરવામાં આવશે
-લોકલ જોબવર્કરોનાં રોજગાર અને વિકાસ માટે યાદી બનાવવામાં આવશે
-ઔદ્યોગિકને લગતી ફ્રોડ પાર્ટીને બ્લેક લીસ્ટ કરી સોશ્યલ મિડીયા દ્વારા ત્વરીત જાણ કરવામાં આવશે.
-ઉધોગકારોના દરેક સરકારી વિભાગના કાર્યોના માગઁદશઁન માટે Single window Help Centre શરુ કરવામાં આવશે