જામનગર મનપાની ચુંટણી ચિત્ર સ્પષ્ટ, ક્યાં વોર્ડમાં કેટલા ઉમેદવારો વચ્ચે હવે જંગ વાંચો

આજે ઉમેદવારીપત્ર પરત ખેચવાનો હતો દિવસ

જામનગર મનપાની ચુંટણી ચિત્ર સ્પષ્ટ, ક્યાં વોર્ડમાં કેટલા ઉમેદવારો વચ્ચે હવે જંગ વાંચો
symbolic image

Mysamachar.in-જામનગર

જામનગર મનપાની ચુંટણી માટે આગામી 21 માર્ચે મતદાન યોજાવવાનું છે,ત્યારે ઢગલોબંધ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા બાદ આજે ઉમેદવારીપત્રો પરત ખેચવાના અંતિમ દિવસે કેટલાય ઉમેદવારોએ આજે ઉમેદવારીપત્ર પરત ખેચી લઇ અને મેદાન છોડ્યું, કેટલાયે પક્ષોને ટેકા જાહેર કરી દીધા.કેટલાક સમજી ગયા કેટલાકને સમજાવી લેવામાં આવ્યા બાદ ચિત્ર જે રીતે સ્પષ્ટ થયું તેના પર નજર કરવામાં આવે તો જામનગર મનપાની ચુંટણી માટે આ પ્રમાણે નું ચિત્ર હવે છે.

- જામનગર મનપાની 16 વોર્ડ ની માટે 64 બેઠકો માટે 236 ઉમેદવારો મેદાનમાં...

ભાજપના-64 ઉમેદવારો
કોંગ્રેસના-62 ઉમેદવારો 
આપના-48 ઉમેદવાર મેદાનમાં..
અપક્ષ-27 ઉમેદવારો 
વોર્ડ-1 માં 20
વોર્ડ-2 માં 15
વોર્ડ-3 માં 10
વોર્ડ-4 માં 16
વોર્ડ-5 માં 14
વોર્ડ-6 માં 20
વોર્ડ-7 માં 16
વોર્ડ-8 માં 17
વોર્ડ-9 માં 10
વોર્ડ-10 માં 16
વોર્ડ-11 માં 17
વોર્ડ-12 માં 9
વોર્ડ-13 માં 11
વોર્ડ-14 માં 14
વોર્ડ-15 માં 18
વોર્ડ-16 માં 13