Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસ પોજીટીવને કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે આજે સરકારી કચેરી સુધી કોરોના વાયરસ પહોચ્યો હોય તેમ જામનગર જીલ્લા પંચાયતની વિકાસશાખામાં જુનીયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા એક કર્મચારીએ કોરોના રીપોર્ટ કરાવતા તેનો રીપોર્ટ પોજીટીવ આવ્યા બાદ જીલ્લા વિકાસ અધિકારી ડો.વિપિન ગર્ગએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યા મુજબ જે માળ પર કર્મચારી ફરજ બજાવતો હતો તે બંધ કરવામાં આવશે અને જીલ્લા પંચાયતને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવા સાથે અન્ય કામગીરીઓ ચાલુ રાખવામાં આવી છે, ત્યારે લોકોએ ખુબ જરૂરી ના હોય ત્યાં સુધી જીલ્લા પંચાયતની મુલાકાત લેવાનું ટાળવા પણ જણાવવામાં આવ્યું છે.
આ સાથે જામનગરમાં આજે વધુ ૩ નવા પોજીટીવ કેસ સામે આવેલ છે, જેમાં 55 વર્ષીય પુરુષ ડબાસંગ, 29 વર્ષીય પુરુષ સિક્કા અને 40 વર્ષીય પુરુષ મહાપ્રભુજી બેઠક વિસ્તારનો સમાવેશ થાય છે.