જામનગર:તમારા ગામમાં કેટલો વરસાદ કરો ક્લિક અને જાણો

છેલ્લા 24 કલાકમાં કયા ગામમાં કેટલો વરસાદ

જામનગર:તમારા ગામમાં કેટલો વરસાદ કરો ક્લિક અને જાણો

Mysamachar.in-જામનગર

જામનગર જીલ્લામાં છેલ્લા બે દિવસથી જામનગર શહેર અને જીલ્લા પર મેઘરાજાએ જાણે મહેર કરી હોય તેમ તમામ ગામોને પાણી પાણી કરી દીધા છે. તમારા ગામમાં કેટલો વરસાદ તે તમામ આંકડાઓ અમે અહી આપવાનો પ્રયાસ કર્યો છે. આ આંકડા ફલડ કંટ્રોલ રૂમ દ્વારા આપવામાં આવેલ છે.ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં જીલ્લાના કયા તાલુકાઓમાં કેટલો વરસાદ છે તેના પર આપને નજર કરીએ તો...

જામનગર તાલુકાના વસઇ અને ફલ્લા ગામે 6 ઇંચ વરસાદ, લાખાબાવળ 7 ઇંચ, મોટી બાણુગાર 8 ઇંચ, જામવંથલી 7 ઇંચ, ધુતારપર 12 ઇંચ, અલીયાબાડા 9ઇંચ, દરેડ 6 ઇંચ  વરસાદ નોંધાયો છે. જોડીયા તાલુકાના હડિયાણા 6 ઇંચ, બાલંભા ને પીઠડગામે 4-4 ઇંચ વરસાદ નોંધાયો છે,ધ્રોલ તાલુકાના જાલિયા દેવાણી 7 ઇંચ, લતીપુર 3 ઇંચ, લૈયારા 5 ઇંચ, કાલાવડ તાલુકાના મોટા વડાળા 13 ઇંચ, ભ.ભેરાજા 8 ઇંચ, નિકાવા 9 ઇંચ, ખરેડી 5 ઇંચ, નવાગામ 7 ઇંચ, મોટા પાંચદેવડા 7 ઇંચ, જામજોધપુર તાલુકાના સમાણા 8 ઇંચ, શેઠ વડાળા 7 ઇંચ, જામવાડી અને વાંસજાળિયા 5-5 ઇંચ ધુનડા 4 ઇંચ, ધ્રાફા 9 ઇંચ, પરડવા 6 ઇંચ  વરસાદ નોંધાયો છે. તો આ તરફ લાલપુર તાલુકાના મોટા ખડબા 8 ઇંચ, પીપરટોડા મોડપર ,અને ડબાસંગ 4-4 ઇંચ જ્યારે પડાણા 6 ઇંચ, ભણગોર 2 ઈંચ,