જામનગર શહેર LIB ફિલ્ડ સ્કવોડનો ચાર્જ હવે ASI હરેન્દ્રસિંહ જાડેજા પાસે

my samachar ની લીધી મુલાકાત

જામનગર શહેર LIB ફિલ્ડ સ્કવોડનો ચાર્જ હવે ASI હરેન્દ્રસિંહ જાડેજા પાસે

Mysamachar.in-જામનગર

જામનગર પોલીસ વિભાગમાં છેલ્લા 27 વર્ષથી ફરજ બજાવતા હરેન્દ્રસિંહ જાડેજાએ પોતાની ફરજની શરૂઆત 27 વર્ષ પૂર્વે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે કરી હતી, જે બાદ તેવોએ તેમની ફરજકાળ દરમિયાન શહેરના તમામ પોલીસમથકો, એલસીબી જેવી મહત્વની બ્રાંચ અને સીટી DYSP સ્કવોડમાં પોતાની ફરજો બજાવતા આવ્યા છે, દારૂ જુગારની પ્રવૃતિઓ ઝડપી પાડવા ઉપરાંત મહત્વની ચોરીઓના ભેદ ઉકેલવા અને જાલીનોટના કૌભાંડને ભેદવા સહિતના ગુન્હાઓનો ભેદ ઉકેલવાના કેસોમાં તેવોની ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની ભૂમિકા રહી છે. અધિકારીઓ અને પોલીસ વિભાગ સાથે વફાદારી કેળવી અને સમાજના દરેક્વર્ગ સાથે નજીકથી જોડાયેલા ASI હરેન્દ્રસિંહ જાડેજા જેને હરૂભા તરીકે શહેરના લોકો જાણે છે તેની જામનગર શહેર LIB ફિલ્ડ સ્કવોડમાં બદલી થઇ છે. અને તેવોએ પોતાની કામગીરીની શરૂઆત કર્યા બાદ જામનગર સહીત ગુજરાતના લોકપ્રિય ન્યૂઝ પોર્ટલ my samachar.in મુલાકાત પણ લીધી હતી. તેવો પોતાની બદલીથી નવી ફરજ પર સફળ થાય તેવી શુભકામનાઓ.